Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ભાજપના આ નેતાને આપી આ સલાહ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

તાજેતરમાં ભાજપના  જનરલ સેક્રેટરી પદે નીમાયા બાદ વિનોદ તાવડેએ સોમવારે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મોદીએ તેમને રાષ્ટ્રીય સ્તરે કઈ પદ્ધતિએ પ્રભાવી રીતે કામ કરી શકાય તે માટે વિનોદ તાવડેનું માર્ગદર્શન કર્યું હોવાનું કહેવાય છે. 

Join Our WhatsApp Channel

પક્ષ તરફથી ભાજપના રાષ્ટ્રીય સ્તરે જનરલ સેક્રેટરી પદે નીમાયા બાદ રાજકીય અને સંગઠનાત્મક દ્દષ્ટિએ અનેક અપેક્ષા તમારા તરફથી રાખવામાં આવી રહી છે એવું નરેન્દ્ર મોદીએ વિનોદ તાવડેને કહ્યું હતું. પક્ષના જનરલ સેક્રેટરીની જવાબદારી સૌથી મોટી જવાબદાર છે. તેથી મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરી પક્ષને વધુ આગળ લઈ જશો એવો વિશ્વાસ મોદીએ વિનોદ તાવડે માટે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. 
નરેન્દ્ર મોદીના માર્ગદર્શન બાદ વિનોદ તાવડેએ કહ્યું હતું કે તેમને ફકત ચૂંટણીની રાજકરણ કરવું નથી. પરંતુ ખરા અર્થમાં સત્તાના ફળ સામાન્ય અને ગરીબ નાગરિકો સુધી પહોંચાડવા ખરા અર્થમાં પરિશ્રમ કરવું આવશ્યક છે. તે માટે પક્ષ માટે કાર્યકર્તાઓએ પણ પ્રતિબદ્ધ રહેવું જોઈએ. 
ભાજપ સત્તાનો ઉપભોગ કરવા માટે નહીં પણ જનસેવા માટે કરવા માગે છે એ વાતને લોકો સુધી પહોંચાડવાની સલાહ પણ આ સમયે મોદીએ વિનોદ તાવડેને આપી હતી. 

 

શિયાળામાં ચોમાસુ માહોલ! મુંબઇ-મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ ગાજવીજ,પવન અને વરસાદનો હવામાન વિભાગનો વરતારો

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version