Site icon

પાંચ સદી પછી પાવાગઢ મંદિર પર લહેરાઇ ધજા- PM મોદીએ માતાના શિખર પર ધ્વજારોહણ કર્યું-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે. આજે સવારે માતા હીરાબા(Hiraba)ને મળ્યા બાદ PM મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ(Pavagadh)ની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતા(Mahakali Temple)ના દર્શન કરીને તેમણે વિકાસ કામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. આ પછી તેઓએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ શિખર પર ધ્વજારોહણ(Flag hoisting) કર્યું… જુઓ વિડીયો..

Join Our WhatsApp Community

 

 

ઉલ્લેખનીય છે કે, 500 વર્ષ પહેલાં આ મંદિર પર ચઢાઈ થઈ હતી અને 5 સદીથી મંદિર(Temple)નું શિખર જર્જરિત(Dilapidated) થઈ ગયું હતું. હવે આ શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. માતાજીના જૂના મંદિરમાં શિખરની જગ્યાએ દરગાહ(Dargah) હતી તેને સમજાવટપૂર્વક દૂર કરાવીને ત્યાં નવું શિખર બાંધવામાં આવ્યું છે તથા તેના પર ધ્વજદંડ (Flagpole) પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યારે 500 વર્ષ બાદ પાવાગઢમાં માતા કાલિકા(Mata Kalika temple)ના શિખર પર ધ્વજારોહણ થયુ છે. 

 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version