ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી મોટી ચૂકના મામલાએ રાજકીય તોફાન સર્જયુ છે.
હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.
સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, તે આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.
સિનિયર એડવોકેટે આ મામલા સાથે જોડાયેલી જાહેર હીતની અરજી દાખલ કરીને માંગ કરી છે કે, પંજાબ સરકારને સુપ્રીમ કોર્ટ યોગ્ય સૂચના આપે અને જવાબદાર લોકો સામે આકરા પગલા લેવા માટે આદેશ આપે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે હવે પંજાબ સરકાર પણ એક્શનમાં આવી છે અને તપાસ માટે એક હાઈ લેવલ કમિટિ બનાવી છે. જે ત્રણ દિવસમાં અહેવાલ સુપરત કરશે.
