ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 100 કરોડ રૂપિયાની વસૂલાતના કેસમાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેના EDને આપેલા જવાબથી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમાં હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટે હવે અનિલ દેશમુખના બે પુત્રો સામે આંખ લાલ કરી છે.. વિશેષ અદાલતે શુક્રવારે અનિલ દેશમુખ, તેમના બંને પુત્રોને અને સંબંધીઓને નાણાકીય ગેરરીતિના કેસમાં 5 એપ્રિલ પહેલા કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
આ અગાઉ EDએ અનિલ દેશમુખ, તેમના પુત્રો હૃષીકેશ અને સાહિલ દેશમુખ અને અન્ય નવ લોકો સામે વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટની નોંધ લેતા, વિશેષ અદાલતે શુક્રવારે સંબંધિત વ્યક્તિઓને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા વર્ષે 2 નવેમ્બરે અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી અનિલ દેશમુખ જેલમાં છે. તેણે PMLA કોર્ટ સમક્ષ જામીન માટે અનેક અરજીઓ કરી હતી. જોકે, દરેક વખતે તેની વિનંતી ફગાવી દેવામાં આવી હતી.
સીતારામ કુંટે બાદ હવે સચિન વાઝે પણ અનિલ દેશમુખને EDને ચોંકાવનારી કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. અનિલ દેશમુખે જ મને પોલીસ દળમાં પાછા ફરવાનું સૂચન કર્યું હતું. રાજ્ય સરકારમાં ઘણા વરિષ્ઠ નેતાઓ આ માટે તૈયાર ન હતા. જો કે, હું તેમને સમજાવીશ એવું અનિલ દેશમુખે મને કહ્યું હતું. અનિલ દેશમુખે પોલીસ દળમાં ફરી જોડાવા માટે 2 કરોડ રૂપિયાની પણ માંગણી કરી હતી. પરંતુ, મેં અનિલ દેશમુખને જાણ કરી હતી કે મને આટલી રકમ ચૂકવવી શક્ય નથી. જો કે, અનિલ દેશમુખે મને પરમબીર સિંહને ફરીથી પોલીસ દળમાં જોડાવા માટે વિનંતી કરવાનું કહ્યું. ત્યારપછી અનિલ દેશમુખની ઈચ્છા મુજબ હું ફરી પોલીસ ફોર્સમાં જોડાયો, એવું સચિન વાઝે EDને જણાવ્યું હતું.