News Continuous Bureau | Mumbai
પુણેના (Pune) પીએમપીએલ બસ (PMPML Bus) ચાલક અને ટુ-વ્હીલર ચાલક (Two-wheeler driver) વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ વાહનને ઓવરટેક (Overtake) કરવાના મુદ્દે પીએમપી ચાલકે ટુ-વ્હીલર ચાલક સાથે બોલાચાલી કરી હતી અને આ બોલાચાલી પછી મારામારીમાં (Fight) ફેરવાઈ ગઈ હતી. બંને એકબીજાને લાતો અને મુક્કાથી માર મારવા લાગ્યા હતા. સાથે જ આ યુવકનો મિત્ર પણ તેને મારવા દોડ્યો હતો. આ જોઈ બસના ડ્રાઈવરનો સાથી કંડક્ટર પણ નીચે ઉતર્યો અને યુવકને માર મારવા લાગ્યો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.
Kalesh between PMP bus driver and biker#PMP #fighting #fightingvideos #fightingvideo #busdriver #biker #ViralVideos #viral #trendingvideos #TrendingNews #TrendingNow pic.twitter.com/vJfaNznXPN
— r/GharKeKalesh (@rGharKeKalesh) November 14, 2022
આ સમાચાર પણ વાંચો: દુઃખદ… મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો ભયંકર અકસ્માત, કાર અથડાતા એક જ પરિવારના આટલા સભ્યોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત
વિડીયો વાયરલ (Viral video) થયા બાદ આ મામલે બંદગાર્ડન પોલીસ સ્ટેશનમાં (Bundagarden Police Station) બિન-ચાર્જપાત્ર કેસ નોંધવામાં આવ્યો હતો. બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.