Site icon

મહારાષ્ટ્રમાં થશે પોલીસ ભરતી. 7000 પદ ખાલી. આ તારીખથી એપ્લીકેશન કરી શકાશે.. જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) પોલીસ ભરતીની(Police recruitment) આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ રાજ્યમાં પોલીસ ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે અને તેના માટે તારીખ નક્કી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

રાજ્યના ગૃહ પ્રધાન(State Home minister) દિલીપ વળસે પાટીલના(Dilip Walse Patil) જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police) ભરતી પ્રક્રિયા 15 જૂનથી શરૂ થશે અને વિવિધ પોસ્ટ માટે લગભગ 7,000 જગ્યાઓ ભરવામાં આવશે. એટલું જ નહીં કેબિનેટની(cabinet) મંજૂરી બાદ ભવિષ્યમાં 15 હજાર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અમલમાં મુકાશે તેવી સ્પષ્ટતા પણ વળસે-પાટીલે કરી છે. 

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ભરતી પ્રક્રિયા અટકી પડી છે. તો પોલીસ ભરતી ક્યારે થશે? ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોને આ પ્રશ્નનો સામનો કરવો પડ્યો હતો. યુવા પોલીસ(Youth police), ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં(Rural areas), ભરતી પ્રક્રિયાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, 15 જૂનથી રાજ્યમાં વિવિધ પોસ્ટ્સ માટે લગભગ 7,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, એમ દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  NCP અધ્યક્ષ શરદ પવારે પુણેના દગડુશેઠ ગણપતિના દર્શન બહારથી જ કર્યા. જાણો શું છે કારણ.. 

દિલીપ વળસે પાટીલે કહ્યું હતું કે, "પોલીસ દળમાં ખાલી જગ્યાઓની સંખ્યા અને માનવબળની(manpower) જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં અન્ય 15,000 જગ્યાઓ ભરવામાં આવશે. ગૃહ વિભાગ કેબિનેટને વિનંતી કરશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Chief Minister Uddhav Thackeray) અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન અજિત પવાર(Deputy Chief Minister Ajit Pawar) તે માટે હકારાત્મક છે.  
 

Pregnant Job scam: નકલી લાલચમાં ફસાયોકોન્ટ્રાક્ટર: પુણેમાં ‘પ્રેગ્નન્ટ જોબ’ના કૌભાંડથી ૧૧ લાખની છેતરપિંડી.
Bachchu Kadu Movement: બચ્ચુ કડુના ખેડૂત આંદોલનમાં આજે મનોજ જરાંગે પાટીલ થશે સામેલ, નાગપુરમાં ખેડૂતોનો પડાવ, આ છે માંગ
Cyclone Mantha: મહારાષ્ટ્રમાં હવામાનનો ખતરો યથાવત્: ચક્રવાતની અસર વધુ કેટલાક સમય રહેશે, કોંકણ કિનારાને ‘હાઇ એલર્ટ’ જાહેર.
Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Exit mobile version