Site icon

શરદ પવારે શિવસેનાને ખરેખર ફસાવી નાખી-હવે જ્યારે ઉદ્ધવ ફસાયા છે ત્યારે પવાર ગાયબ છે

News Continuous Bureau | Mumbai 

શિવસેનામાં(Shivsena)  અંદરખાને રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) સર્વેસર્વા શરદ પવાર(Sharad Pawar) સામે રહેલી નારાજગી ધીરે ધીરે બહાર નીકળી રહી હોવાનું જોવા મળી રહી છે. શિવસેનાના સાંસદ અને નેતા સંજય રાઉતની(Shiv Sena MP and leader Sanjay Raut) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) ધરપકડ કરી હતી, તેની સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસના એક પણ નેતાએ અત્યાર સુધી એક પણ હરફ ઉચ્ચાર્યો નથી. તેની નારાજગી શિવસેનાએ અપ્રત્યક્ષ રીતે બોલી બતાવી છે.

Join Our WhatsApp Community

પાત્રા ચાલ પ્રકરણમાં સંજય રાઉતની ઈડીએ(ED) ધરપકડ કરી છે. રાઉતની ધરપકડ બાદ શિવસેના આક્રમક જણાઈ હતી. પણ મહાવિકાસ આઘાડીમાં(Mahavikas Aghadi) મિત્રપક્ષ રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓએ એક શબ્દમાં પણ તેનો વિરોધ દર્શાવ્યો નથી. ત્યારે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાષ્ટ્રવાદી પર નારાજગી વ્યક્ત કરી હતી.

એકનાથ શિંદેએ(Eknath Shinde) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે બળવો કરતા મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં આવી ગઈ હતી ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શરદ પવાર સતત ઉદ્ધવની સાથે રહ્યા હતા. જોકે ભારે પ્રયાસો બાદ પણ શિવસેનામાં પડેલું ભંગાણ અટકાવી શકાયું નહોતું અને શિવસેનાની સાથે મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડી હતી. ઉદ્ધવ દરેક મોર્ચે એકલે લડી રહ્યા છે. સંજય રાઉત પણ હવે ઈડીની જાળમાં ફસાય છે ત્યારે ખરેખર જ્યારે ઉદ્ધવને વિરોધપક્ષના સહકારની જરૂર છે ત્યારે જ શરદ પવાર સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓએ પોતાનું મોઢું બંધ રાખ્યું છે, તેથી ઉદ્ધવના નજીકના શિવસેનાના નેતાઓ અને કાર્યકર્તામાં શરદ પવાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખ માથે પનોતી બેઠી-કિરીટ સોમૈયાની ફરિયાદ પર પર્યાવરણ વિભાગે આપ્યો આ મોટો આદેશ આપ્યો

આ દરમિયાન શિવસેનાએ સામાનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ સહિત અન્ય વિરોધપક્ષ પર તેમની મદદ નહી કરવા કટાક્ષ કર્યો છે અને લખ્યું છે કે લોકશાહીમાં(democracy) વિરોધ કરવા માટે કાળા કપડા અને કાળા ઝંડા ઈતિહાસના પ્રતિક છે. ભાજપે(BJP) પણ અનેક આંદોલન કાળા કપડામાં, કાળા ઝંડામાં કર્યા છે. મોંઘવારી(Inflation), બેરોજગારી અને ઈડીનો આંતકવાદ ભારતની લોકશાહીનો કાળો અધ્યાય છે. કોંગ્રેસની તાકાત ક્ષીણ થઈ ગઈ છે પણ દિલ્હી સરકારની(Delhi Govt) દહેશતની પરવા નહીં કરતા ગાંધી કુટુંબ રસ્તા પર ઉતર્યું છે. કોંગ્રેસ(Congress) રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ કરી રહી છે અન્ય વિરોધપક્ષ માટે આ પાઠ છે. કોઈ ખરેખર ભયમુક્ત હશે તો તેણે આ પાઠ લેવો જોઈએ એવો કટાક્ષ શિવસેનાએ કર્યો છે.
 

Gujarat PSUs 2025: ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા
Vibrant Gujarat Mehsana 2025: SAPTI ગુજરાતના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને આપી રહ્યું છે વેગ
Governor Acharya Devvrat: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહી
World Heart Day 2025: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215મું અંગદાન
Exit mobile version