Site icon News Continuous Bureau | Mumbai

Porbandar : રેડક્રોસ માં જોડાવા ઇચ્છતા લોકોએ રેડક્રોસ ઓફિસે ફોર્મ ભરવા અપીલ

Porbandar : પોરબંદર રેડક્રોસ દ્વારા સભ્યની નોંધણી શરૂ કરાઇ. રેડક્રોસ સોસાયટી વિશ્વની સૌથી મોટી માનવતાવાદી સંસ્થા છે. આ સંસ્થાના સભ્ય હોવું એ પણ ગૌરવ ગણાય છે. પૂજ્ય મહાત્મા ગાંધી પણ રેડક્રોસના સ્વંયસેવક તરીકે કામ કરી ચુક્યા હતા આવી આ મહાન સંસ્થાના સભ્ય તરીકે લોક સેવામાં જોડાવા ઈચ્છતા સ્વંયસેવકોની પોરબંદર રેડક્રોસ દ્વારા નોંધણી શરૂ કરવામાં આવી છે. પોરબંદર રેડક્રોસ દ્વારા 12 પ્રકારના લોકસેવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ, પ્રાથમિક સારવાર તાલીમ, થેલેસેમિયા નાબુદી અભિયાન, ક્ષય નાબુદી અભિયાન, રાહતદરે લેબોરેટરી, ગરીબ દર્દીઓને ઘરે સારવાર માટે મફત મેડિકલ સાધનો, વિદ્યાર્થીઓ માટે જુનિયર અને યુથ રેડક્રોસ, રક્તદાન કેમ્પો, સર્વરોગ નિદાન કેમ્પો વગેરે. આ સંસ્થાના સભ્ય હોવું એ પણ ગૌરવ ગણાય છે.

Porbandar: People who want to join Red Cross are requested to fill the form at the Red Cross office

Porbandar: People who want to join Red Cross are requested to fill the form at the Red Cross office

News Continuous Bureau | Mumbai

પોરબંદર(Porbandar)  રેડક્રોસ દ્વારા સભ્યની નોંધણી શરૂ કરાઇ. રેડક્રોસ સોસાયટી વિશ્વની સૌથી મોટી માનવતાવાદી સંસ્થા છે. આ સંસ્થાના સભ્ય હોવું એ પણ ગૌરવ ગણાય છે. પૂજ્ય મહાત્મા ગાંધી પણ રેડક્રોસના સ્વંયસેવક તરીકે કામ કરી ચુક્યા હતા આવી આ મહાન સંસ્થાના સભ્ય તરીકે લોક સેવામાં જોડાવા ઈચ્છતા સ્વંયસેવકોની પોરબંદર રેડક્રોસ(Redcross) દ્વારા નોંધણી શરૂ કરવામાં આવી છે. પોરબંદર રેડક્રોસ દ્વારા 12 પ્રકારના લોકસેવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ, પ્રાથમિક સારવાર તાલીમ, થેલેસેમિયા નાબુદી અભિયાન, ક્ષય નાબુદી અભિયાન, રાહતદરે લેબોરેટરી, ગરીબ દર્દીઓને ઘરે સારવાર માટે મફત મેડિકલ સાધનો, વિદ્યાર્થીઓ(Students) માટે જુનિયર અને યુથ રેડક્રોસ, રક્તદાન કેમ્પો(Blood Donation), સર્વરોગ નિદાન કેમ્પો વગેરે. આ સંસ્થાના સભ્ય હોવું એ પણ ગૌરવ ગણાય છે. આ માનવતાવાદી કાર્યોમાં જે લોકો પોતાની સેવા આપવા તૈયાર હોય તેવા સ્વંયસેવકોએ ભાવસિંહજી હોસ્પિટલ પાછળ આવેલ રેડક્રોસ ઓફીસ ખાતે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન પોતાનું ફોર્મ ભરી આપવા પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણીયા અને સેક્રેટરી અકબર સોરઠીયાની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hair Care : વરસાદના મોસમમાં વાળને લગતી સમસ્યાઓને દૂર કરવા આ ટીપ્સને ફોલો કરો

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version