Site icon News Continuous Bureau | Mumbai

હાલ નહીં મળે માવઠાથી રાહત, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ.. હવામાન વિભાગનો વર્તારો..

હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ગાજવીજ સાથે તૂટી પડે તેવી આગાહી કરી છે

News Continuous Bureau | Mumbai

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ હવામાન પલટાયું છે, અનેક વિસ્તારમાં ઉનાળાની ગરમીની વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાનો છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ગાજવીજ સાથે તૂટી પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આ ઉપરાંત રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદી વરસી શકે છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. આગામી બે દિવસ ભારે પવન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે ફાગણ મહિનામાં વરસાદીમાહોલ છવાયો છે. માવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે આ કમોસમી વરસાદથી ખેડુતોમાં ચિંતાનો વધારો થયો છે. વરસાદ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાથી ઘઉં સહિત રવિ પાકને થોડું નુકસાન થયું છે. જો કે, રાજ્યો પાસેથી રિપોર્ટ મેળવવાનો બાકી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : યુએસ ફેડ રેટમાં વધારાને કારણે યુએસ ડોલર 7 સપ્તાહની નીચી સપાટીએ પહોંચતાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ચાંદીના ભાવ આજે 7 સપ્તાહની ટોચે છે

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version