Bhupendra patel: ગાંધીનગરમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ભૂપેન્દ્ર પટેલ સાથે લીધી મુલાકાત, આપી આ ભેટો

Bhupendra patel: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કરી શુભેચ્છા મુલાકાત

Postmaster General Shri Krishna Kumar Yadav paid a courtesy visit to Hon'ble Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel

News Continuous Bureau | Mumbai

Bhupendra patel:  ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના નવા પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ( Krishna Kumar Yadav ) ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં તેમના કાર્યાલયમાં શુભેચ્છા મુલાકાત લીધી. આ દરમિયાન, પોસ્ટ વિભાગ ( India Post ) દ્વારા સેવાઓમાં કરવામાં આવેલી નવીનતા વિશે તેમને માહિતી આપવામાં આવી. 

Join Our WhatsApp Community

મુલાકાત દરમિયાન, પોસ્ટમાસ્ટર ( Postmaster ) જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મુખ્યમંત્રીશ્રીને પોતાની પુસ્તકો પણ ભેટ આપી. શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પ્રસાદની સાથે ભારત સરકારના રાજચિહ્નિત’જય હિંદ’ ડાક ટિકિટ અને ‘રામાયણ : રામ દરબાર’ ઉપર પ્રકાશિત ડાક ટિકિટ ની સુંદર નકલ પણ ભેટ આપી, જેને પ્રાપ્ત કરીને મુખ્યમંત્રી ( Gujarat CM ) શ્રી ખૂબ જ પ્રભાવિત થયા અને પોતાની શુભકામનાઓ આપી.

Postmaster General Shri Krishna Kumar Yadav paid a courtesy visit to Hon'ble Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel

Postmaster General Shri Krishna Kumar Yadav paid a courtesy visit to Hon’ble Chief Minister of Gujarat Shri Bhupendrabhai Patel

વિશેષ નોંધનીય છે કે મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ નિવાસી શ્રી કૃષ્ણકુમાર યાદવ પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર, લેખક અને બ્લોગર પણ છે. ભારતીય પોસ્ટ સેવા ના વર્ષ 2001 બેચના અધિકારી શ્રી યાદવની વિવિધ શૈલીઓમાં 7 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂકેલ છે. એક કુશળ અને સંવેદનશીલ વહીવટદાર તરીકે લોકપ્રિય શ્રી યાદવનું શિક્ષણ જવાહર નવોદય વિદ્યાલય, આઝમગઢ અને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી થયેલ છે. આ પણ એક સવિશેષતા છે કે શ્રી યાદવએ સિવિલ સર્વિસિસ માં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં પ્રવર ડાક અધિક્ષક, સુરત વિભાગ તરીકે કરી હતી. ત્યારબાદ લખનઉ, કાનપુર, અંદમાન-નિકોબાર દ્વીપસમૂહ, પ્રયાગરાજ, જોધપુર, લખનઉ, વારાણસી અને પછી ફરી એક વાર ગુજરાતમાં પોસ્ટમાસ્ટર જનરલના પદ પર નિમણૂક થઈ છે.

આ સમાચાર પણ વાંચો:  Piyush Goyal: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ખાત્રી, ઉત્તર મુંબઈમાં અટવાયેલા પ્રોજેક્ટ સાથે આ કામો પણ થશે પૂર્ણ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version