Site icon

દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર

News  Continuous Bureau | Mumbai.

ભાજપ(BJP) ધ્રુવીકરણના આધારે ચૂંટણી જીતતો હોવાની વાત સંપૂર્ણપણે ખોટી હોવાનું ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર(Election strategist Prashant Kishor)નું માનવું છે. દેશની ૮૦થી ૮૨ ટકા વસ્તી હિન્દુ છે, પરંતુ ભાજપને હજુ પણ લગભગ ૪૦ ટકા વોટ જ મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર બિહાર(Bihar)ના રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી ચૂક્યા છે.

Join Our WhatsApp Community

દેશના રાજકારણમાં કથિત રીતે વધી રહેલા ધ્રુવીકરણના મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, ભાજપ સંદર્ભે જે ધ્રુવીકરણની વાત કરવામાં આવે છે તે અતિશયોક્તિ રીતે છે. ધ્રુવીકરણની રીત બદલાઈ ગઈ છે. ૧૫ વર્ષ પહેલાંની ધ્રુવીકરણની રીત અને અત્યારની રીતમાં ફરક છે. જોકે તેની અસર લગભગ એટલી જ છે. અમે ચૂંટણીના આંકડાઓનો અભ્યાસ કર્યો છે. આ આધાર પર અમે કહી શકીએ છીએ કે, સૌથી વધુ ધ્રુવીકરણ થયું હોવાનું કહેવાતું હોય તેવી ચૂંટણીમાં પણ કોઈ પણ એક સમુદાયના ૫૦-૫૫ ટકા મતદારોને કોઈ પણ પાર્ટી એકત્રિત કરી શકતી નથી. 

આ સમાચાર પણ વાંચો : ચૂંટણી પંચે 15 રાજ્યોની 57 સીટ પર રાજ્યસભા ચૂંટણીની કરી જાહેરાત,આ તારીખે જાહેર થશે પરિણામ

તેમનો કહેવાનો અર્થ એ છે કે જે લોકો ધ્રુવીકરણને ચૂંટણી હારવાનું કારણ ગણાવે છે તે ખોટા છે. ભારતમાં  હિન્દુ સમુદાય બહુમતીમાં છે. હિન્દુ સમુદાય(Hindu community)માં ધ્રુવીકરણનું સ્તર ૫૦ ટકા સુધી થઈ જાય છે, એટલે કે કોઈ એક પક્ષથી પ્રભાવિત હોવાના કારણે આ ૫૦ ટકા લોકો એક પક્ષને મત આપે છે. પરંતુ અહીં નોંધવા જેવી વાત એ છે કે ધ્રુવીકરણથી પ્રભાવિત દરેક હિન્દુ સાથે એક બીજો હિન્દુ પણ છે જે તેનાથી પ્રભાવિત નથી. 

પ્રશાંત કિશોરે(Prashant Kishor) કહ્યું કે, હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ નિર્ણાયક છે અને તેના કારણે ચૂંટણી(election) જીતી કે હારી શકાય છે એવું માનવું ખોટું છે. પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ બહાર આવે છે, ત્યારે ઘણા લોકો કહે છે કે તમામ હિન્દુઓનું ધ્રુવીકરણ થયું છે. પણ હકીકતો આપણને કંઈક બીજું જ કહે છે. દેશમાં ભાજપને ૩૮ ટકા વોટ મળ્યા હતા. 

તેમણે વધુમાં કહ્યું કે, એક મિનિટ માટે કલ્પના કરો અને કહો કે ભાજપ(BJP)ના હિન્દુત્વ(Hindutva)થી પ્રભાવિત બધા જ મતદાર તેને મત આપે છે? ભાજપને મત આપનારા મતદારોની સંખ્યા દેશમાં હિન્દુઓની કુલ સંખ્યાના અડધાથી પણ ઓછી છે. તેમણે તાજેતરમાં સંપન્ન થયેલી ઉત્તર પ્રદેશ(Uttar Pradesh election)ની ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપને આ ઉત્તરપ્રદેશમાં ૪૦ ટકા વોટ મળ્યા છે. જ્યારે રાજ્યમાં હિન્દુ વસ્તી ૮૦-૮૨ ટકા છે. આનો અર્થ એ થયો કે અડધાથી પણ ઓછા હિન્દુઓએ ભાજપને મત આપ્યો હતો. અહીં આપણે કહી શકીએ કે, ધ્રુવીકરણની અસર થાય છે, પરંતુ કોઈ પક્ષ માત્ર ધ્રુવીકરણના આધારે ચૂંટણી જીતે છે અથવા હારે છે, તેવું ન કહી શકાય.

આ સમાચાર પણ વાંચો : દિલ્હીના આ મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે આવેલી 3 માળની ઇમારતમાં ભયંકર અગ્નિકાંડ, 27 લોકો જીવતા થયા ભડથું… જાણો વિગતે 

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Exit mobile version