Site icon

New Delhi : પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં ‘આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023’નું ઉદ્ઘાટન કરશે

New Delhi : દેશમાં પ્રથમ વખત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે . કોન્ફરન્સની થીમ: 'જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં ઉભરતા પડકારો'

Prime Minister will inaugurate the 'International Lawyers Conference 2023' in New Delhi today

Prime Minister will inaugurate the 'International Lawyers Conference 2023' in New Delhi today

News Continuous Bureau | Mumbai 

New Delhi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 23 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં ‘આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023′( International Lawyers Conference 2023)નું ઉદઘાટન(opening) કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

Join Our WhatsApp Community

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 23 થી 24 સપ્ટેમ્બર, 2023ના રોજ ‘ઇમર્જિંગ ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ’ વિષય પર આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા માટેના મંચ તરીકે કામ કરવાનો, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને કાનૂની મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહકાર અને સમજને મજબૂત કરવાનો છે. દેશમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી રહેલી આ પરિષદમાં ઉભરતા કાનૂની પ્રવાહો, સરહદ પારના મુકદ્દમામાં પડકારો, કાનૂની તકનીક, પર્યાવરણીય કાયદા વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિશિષ્ટ ન્યાયાધિશો, કાનૂની વ્યાવસાયિકો અને વૈશ્વિક કાયદાકીય સમુદાયનાં નેતાઓની ભાગીદારી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : G20 Team Meet : પ્રધાનમંત્રીએ ભારત મંડપમમાં જી-20 સમિટના ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version