Site icon

ખાનગી મેડિકલ કોલેજાેમાં ૫૦% સીટ પર સરકારી સંસ્થાઓ જેટલી ફી રહેશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર.

નેશનલ મેડિકલ કાઉન્સિલે ખાનગી મેડિકલ કોલેજાે અને ડિમ્ડ યુનિવર્સિટીઓની ૫૦% મેડિકલ બેઠકો માટે ફીના નિયમો નક્કી કરી દીધા છે. હવે ખાનગી મેડિકલ કોલેજ આ ૫૦% બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી મનફાવે તેમ કેપિટેશન ફી વસૂલી નહીં શકે. આ બેઠકો માટે વિદ્યાર્થીઓએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજાે માટે નક્કી ફી જ ભરવાની રહેશે.  જે કોલેજાેમાં સરકારી ક્વૉટાની ૫૦% બેઠક નક્કી છે, ત્યાં ફીનું નવું માળખું પહેલા એ વિદ્યાર્થીઓને અપાશે, જે સરકારી ક્વૉટામાં પ્રવેશ લેશે. આ ઉપરાંત જે કોલેજમાં સરકારી ક્વૉટાની બેઠકો ૫૦%થી ઓછી છે, ત્યાં નક્કી સરકારી ક્વૉટા અને ૫૦% બેઠકોના અંતરની બેઠકો પર વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે સરકારી ફીનો લાભ અપાશે. કેપિટેશન ફીના નિયમો સ્પષ્ટ નહીં હોવાથી ખાનગી કોલેજાે મનફાવે તેમ ફી વસૂલતી. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં કેપિટેશન ફીના નામે રૂ. એક કરોડ સુધી ફી લેવાતી. રાજસ્થાન અને બિહારમાં પણ રૂ. ૨૦ લાખથી ૫૦ લાખ સુધી ફી વસૂલાતી. નવા નિયમોથી ઓછામાં ઓછી ૫૦% બેઠકો પર મનમાની બંધ થઈ જશે. નવી કોલેજાે પણ શિક્ષકોના વેતન અને અન્ય ખર્ચ વધુ હોવાના નામે મનમાની નહીં કરી શકે. જાેકે, પહેલા વર્ષે ખર્ચનું ઓડિટ નહોતું થતું. એ સ્થિતિમાં નવી કોલેજાે રાજ્યમાં થોડા વર્ષો પહેલા ખૂલેલી કોલેજ ફી પ્રમાણે ફી નક્કી કરશે. હોસ્પિટલમાં થતા ખર્ચના આધારે ફી નક્કી નહીં થાય. એમબીબીએસ, પીજી અને હોસ્પિટલ પર ખર્ચ પ્રમાણે જ ફી નક્કી થશે.

પંજાબની ચૂંટણી ટાણે જ આ કહેવાતા આધ્યાતિમક ગુરુ જેલની બહારઃ મળ્યા 21 દિવસની મળી રજા જાણો વિગત

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version