ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
એક બાજુ જયારે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં ફીને લઇને વિવાદ ચાલી રહ્યો છે, તેવામાં અમદાવાદના પૂર્વ વિસ્તારની શાળાઓએ વાલીઓ ને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારની અંદાજે 31 જેટલી શાળાઓ એ ત્રિમાસિક ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારના શાળા સંચાલકોની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. આ વિસ્તારની 231 જેટલી શાળાઓએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. સંચાલકો દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે. સંચાલકોએ સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે જે વાલીઓએ આસો માસની ફી ભરી ચૂક્યા છે તેમને પણ ફીમાં 25 ટકા રાહત મળશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com