ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
કોરોના વાયરસનો કેર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘર સુધી પહોંચી ગયો છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર માહિતી આપતા લખ્યું, મારા પરિવારનો એક સભ્ય અને મારો એક કર્મચારી કાલે કોરોના સંક્રમિત આવ્યા છે. મારો રિપૉર્ટ નેગેટિવ આવ્યો છે.
જો કે, ડૉક્ટરે સલાહ આપી કે હું આઇસોલેટ રહું અને થોડાંક દિવસ પછી ફરીથી ટેસ્ટ કરાવું.
ઉલ્લેખનીય છે કે સામાન્ય લોકોની જેમ હવે રાજકરણીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.
