Site icon News Continuous Bureau | Mumbai

યુપી ચૂંટણીને લઇને પ્રિયંકા ગાંધીએ કર્યો વધુ એક વાયદો, કોંગ્રેસની સરકાર આશા વર્કર્સ અને આંગણવાડી વર્કર્સને મહિને આપશે આટલા હજાર રૂપિયા; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

યુપી વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધુ એક મોટો વાયદો કર્યો છે.

હવે પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે, જો કોંગ્રેસની સરકાર બની તો આશા વર્કર્સ અને આંગણવાડી વર્કર્સને દર મહિને 10 હજાર રુપિયાનો પગાર આપવામાં આવશે. 

આ બહેનોએ કોરોના તેમજ બીજા ઘણા પ્રસંગોએ પૂરી લગનથી સમાજની સેવા કરી છે અને માનદ વેતન તેમનો હક છે તેમજ સરકારની ફરજ છે કે તેમની વાત સાંભળે.

આશા વર્કર્સ બહેનો સન્માનની હકદાર છે.તેમની લડાઈમાં હું સાથે છું.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે જઈ રહેલી આશા વર્કર્સને પોલીસે રોકી દીધી હતી અને તેમની સાથે મારપીટ પણ કરી હતી.

આ પહેલા પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં કોંગ્રેસની 40 ટકા ટિકિટ મહિલાઓને આપવા માટે તેમજ વિદ્યાર્થિનીઓને સ્માર્ટ ફોન તથા સ્કૂટી આપવા માટે જાહેરાત કરી ચુકયા છે. 

આમ પ્રિયંકા ગાંધી મહિલાઓના દમ પર આ ચૂંટણી લડવા માગે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે.

Eknath Shinde Amit Shah Pune Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો… એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે પુણેમાં બેઠક, 45 મિનિટની બંધબારણે બેઠકથી અટકળો તેજ
Shiv Sena Hearing શિવસેના કેસની સુનાવણીમાં ગરમાવો બેઠકના મેસેજ મુદ્દે શિંદે જૂથના વકીલની મોટી દલીલ, જાણો કોર્ટમાં શું કહ્યું
Adani Tarali Project Stop Work Order સાતારામાં વન વિભાગની કાર્યવાહી અદાણીના 1,500 મેગાવોટ પ્રોજેક્ટ પર લાગી રોક! 3 દિવસમાં જવાબ આપવો પડશે
Narmada Dam Financial Dispute Resolved 30 વર્ષ જૂનો વિવાદ ખતમ સરદાર સરોવર ડેમ મુદ્દે મોટો ઉકેલ, ગુજરાતમાં નહીં સર્જાય પાણીની તંગી!
Exit mobile version