Site icon News Continuous Bureau | Mumbai

છેવટે, 23 વર્ષ બાદ, પ્રિયંકા ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો, નવો મુકામ ગુરુગ્રામ ખાતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

30 જુલાઈ 2020

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ દિલ્હીમાં તેમનો સરકારી બંગલો ખાલી કર્યો છે. તે 23 વર્ષથી લોધી એસ્ટેટના આ સરકારી બંગલામાં રહેતા હતાં. સરકારે તેમને બંગલાને ખાલી કરવા માટે 1 ઓગસ્ટ સુધીની  સમયમર્યાદા આપી હતી, પરંતુ 1 દિવસ પહેલાં તેઓએ બંગલો ખાલી કર્યો છે. સૂત્રો ના જણાવ્યાં મુજબ હવે તેઓ ગુરુગ્રામ ખાતેના તેમના ઘરે રહેશે.

સરકારી નિયમો મુજબ જો પ્રિયંકા અંતિમ મુદત પછી પણ સરકારી બંગલામાં રહેતે તો તેમને બજાર ભાવે ભાડુ અથવા દંડ ભરવો પડત. નોટિસમાં આપવામાં આવેલ કારણ મુજબ પહેલાં તેમના પરિવારને SPG સિક્યુરિટી આપવામાં  આવી હોવાથી આ બંગલો નિયમ મુજબ આપ્યો હતો. હવે પ્રિયંકા ગાંધી વાડ્રા  Z પ્લસ સિક્યુરિટી ધરાવે છે. જે અંતર્ગત તેમણે આ બંગલો ખાલી કરવો પડે અથવા તો ભાડું ભરવું પડે એમ હતુ.. સરકારના આ નિર્ણયનો કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો હતો, પરંતુ હવે પ્રિયંકા ગાંધી એ 1 દિવસ પહેલા બંગલો ખાલી કરી દીધો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોધી એસ્ટેટમાં સરકારી બંગલો છોડયાં બાદ હવે તેઓ ગુરુગ્રામના સેક્ટર 42 માં તેમના પોતાના ઘરે રોકાશે. પ્રિયંકા ગાંધી  એ બંગલાને છોડતી વખતે દિવાલો પર સફેદ રંગ કરાવ્યો છે. જેથી પેઇન્ટિંગ્સ અને મ્યુરલ્સ કાઢવામાં આવ્યા હતા ત્યાંની દિવાલ ખરાબ ન લાગે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version