Site icon

હાઇવે પર થઈ ઓક્સીજન ટેન્કર મુદ્દે જિલ્લાના પોલીસ વચ્ચે જીભાજોડી…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો .
મુંબઈ ,24 એપ્રિલ 2021. 
શનિવાર . 
       કોરોના ઉપદ્રવને કારણે રાજ્યમાં ઓક્સીજન વિષે મુદ્દો સંવેદનશીલ બની ગયો છે. તેની અછતના લીધે કટોકટીની પરિસ્થિતિ નિર્માણ થઇ ગઈ છે. આની પ્રતીતિ સતારા ખાતે થઇ હતી. મુંબઈથી આવેલું ઓક્સીજન ટેન્કર સતારા જિલ્લાનું છે કે કોલ્હાપુર તે અંગે હાઇવે પર વાદ વિવાદ થયો હતો.


      પુણે બેંગ્લોર રાષ્ટ્રીય મહામાર્ગ પર સતારા શહેરની નજીક હાઇવે પર શુક્રવારે સાંજે પોલીસે મુંબઈથી આવેલું ઓક્સિજન ટેન્કરને અટકાવ્યું હતું. ત્યારબાદ કોલ્હાપુરની કોઈ પ્રાઇવેટ કંપનીનુ ઓક્સીજન ટેન્કર આવતા, ઓક્સીજન કયા શહેર માટે છે તે મુદ્દે મોટો ડ્રામાં થયો હતો. આ વિષયે પોલીસે ટેન્કર ચાલકને પૂછતાં તેનો જવાબ વિસંગત આવતા પોલીસ અવઢવમાં મુકાઈ ગઈ હતી કે, એક જ સમયે આવેલા બે ઓક્સીજન ટેન્કર કયા શહેર માટે છે? સતારા માટે કે કોલ્હાપુર માટે.? આ ઘોટાળામાં સવા કલક સુધી પોલીસોએ ટેન્કર અટકાવી રાખ્યા હતા. અંતે આ મુદ્દો જિલ્લા પ્રશાશક સુધી પહોંચ્યા બાદ તેનો નિવેડો આવ્યો હતો, કે આ બંને ટેન્કર સતારા જિલ્લા માટે જ હતા.

Join Our WhatsApp Community

ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ ને કોરોના થયો, આજે અમિત શાહ સાથે ઉદ્ઘાટનમાં હતા

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version