ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
ઉદ્ધવ ઠાકરે સરકારે એક એવા નિર્ણય પર સિક્કો માર્યો છે જેને કારણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ગઠબંધન સરકારમાં વિવાદ પેદા થશે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આવનાર દિવસોમાં ઔરંગાબાદ નું નામ બદલીને સંભાજી નગર કરવા સંદર્ભે પ્રસ્તાવ બનાવશે અને તેને મંજૂરી માટે કેન્દ્ર સરકારને પાઠવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લે તો કોંગ્રેસ પાર્ટી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તકલીફમાં આવી શકે એમ છે. આથી કોંગ્રેસ પાર્ટીએ બહુ પહેલાં જણાવી દીધું છે કે તેઓ નામ બદલવાની કોઈપણ કાર્યવાહીને સમર્થન નથી આપતી. જો આવુ થશે તો કોંગ્રેસ પાર્ટી મોજુદા સરકારને અડચણ માં મુકશે. પરંતુ આ પ્રસ્તાવ સંદર્ભે શિવસેના મક્કમ છે.