ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ 27 ડિસેમ્બર 2021
સોમવાર
કોરોનાની બીજી લહેર બાદ ફરીથી રાજ્યમાં કોરોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે પુણેના કોથરુડમાં આવેલી MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના 13 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે.
હાલ આ તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે. જો કે હજુ 4 વિદ્યાર્થીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
રાહતની વાત એ છે કે, કોરોના સંક્રમિતોમાંથી એક પણ દર્દી ઓમિક્રોનથી સંક્રમિત નથી
હાલ સંસ્થા દ્વારા આગામી સમયમાં ઓફલાઈન વર્ગો અને પરીક્ષાઓને લઈને કોરોના સંબંધિત નિયમોના પાલનમાં કડકાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત મળી આવેલા આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આ સ્પર્ધાની તૈયારી માટે તેને સંસ્થાના વર્કશોપમાં સ્થાન આપવામાં આવ્યું હતું.