Site icon News Continuous Bureau | Mumbai

Pune Car Falls Video: પુણેમાં એક કાર પાર્કિંગ દિવાલ તોડીને બીજા માળેથી નીચે પડી… લોકો થઈ ગયા સ્તબ્ધ; જુઓ વીડિયો

Pune Car Falls Video:પુણેના વિમાનનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પહેલા માળેથી એક કાર નીચે પડી ગઈ. ડ્રાઇવરે ભૂલથી વાહન રિવર્સ ગિયરમાં નાખ્યું અને કાબુ ગુમાવ્યો. કાબુ ગુમાવવાને કારણે કાર દિવાલ તોડીને નીચે પડી ગઈ. સદનસીબે, આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ ઘટના રવિવારે સવારે 10 વાગ્યે બની હતી.

Pune Car Falls VideoCar Crashes Down From Second-Floor Parking In Pune After Accidental Reverse, Video Surface

Pune Car Falls VideoCar Crashes Down From Second-Floor Parking In Pune After Accidental Reverse, Video Surface

News Continuous Bureau | Mumbai

Pune Car Falls Video: મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાર્કિંગના પહેલા માળેથી એક કાર પડી ગઈ. ડ્રાઇવરે ભૂલથી કારને રિવર્સ ગિયરમાં મૂકી દીધી, જેના કારણે કાર કાબુ બહાર ગઈ, દિવાલ તોડીને નીચે પડી ગઈ. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. હવે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આ દુર્ઘટના જોઈ શકાય છે.

Join Our WhatsApp Channel

Pune Car Falls Video:જુઓ વિડીયો 

Pune Car Falls Video:પાર્કિંગ દિવાલ તોડીને કાર નીચે ખાબકી

એવું કહેવાય છે કે કાર પડવાની આ ઘટના પુણેના વિમાન નગરમાં સ્થિત એક એપાર્ટમેન્ટમાં બની હતી. અહીં બીજા માળના પાર્કિંગમાંથી એક કાર નીચે પડી રહી હોવાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં, એક સફેદ કાર પરિસરમાં પ્રવેશતી જોઈ શકાય છે. થોડીવાર પછી, બીજા માળની પાર્કિંગ દિવાલ તૂટે છે અને એક કાર પાછળની તરફ પડી જાય છે. તે જ સમયે, થોડા મીટર દૂર ઉભેલો એક સુરક્ષા ગાર્ડ બચી જાય છે.

આ સમાચાર પણ વાંચો :  ફેરવેલ પાર્ટીમાં રેલો પાડવો પડ્યો મોંઘો, વિદ્યાર્થીઓએ થારની છત પર બેસીને કરી એન્ટ્રી, પછી થઈ જોવા જેવી; જુઓ આ વિડીયો…

Pune Car Falls Video:દિવાલની ગુણવત્તા પર ઉભા થયા પ્રશ્નો 

બીજી તરફ, સોશિયલ મીડિયા યુઝર્સે પાર્કિંગ સ્ટ્રક્ચરની દિવાલના બાંધકામની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના બાદ પુણેના પાર્કિંગ લોટમાં વાહનો નીચે પડતા અટકાવવા માટે બનાવવામાં આવેલી દિવાલની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કારણ કે વીડિયોમાં કાર ટક્કર માર્યા બાદ દિવાલના તૂટી પડી. તે કારને નીચે પડતા રોકી શકી નહીં. નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરી હતી. બીજી તરફ, સોશિયલ મીડિયા યુઝર્સે પાર્કિંગ સ્ટ્રક્ચરની દિવાલના બાંધકામની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Guar Prices Drop રાજસ્થાનમાં વરસાદથી ગુવારના વાવેતરમાં વેગ વાયદા બજારમાં ભાવ ઘટ્યા, બિકાનેરગંગાનગર બેલ્ટમાં કામગીરી ઝડપી
FDA Bans Junk Food School Canteens હવે શાળાની કેન્ટીનમાં નહીં મળે પિઝાબર્ગર! મહારાષ્ટ્ર FDA નો કડક આદેશ, લાયસન્સ વગર ચાલતી કેન્ટીનો પર થશે આ કાર્યવાહી!
Uttan Virar Sea Link Delhi Expressway Connection મુંબઈ માટે ગેમચેન્જર સમાન પ્રોજેક્ટ, ઉત્તણવિરાર સી લિંક સીધો આ એક્સપ્રેસવે સાથે થશે કનેક્ટ
Bihar Teacher Recruitment Paper Leak બિહાર શિક્ષક ભરતી પેપર લીક કાંડમાં મોટો ધડાકો, માસ્ટરમાઇન્ડ ડો. મનીષની ધરપકડ
Exit mobile version