Site icon

Pune Crime: પુણેની હોટલમાં યુવકની હત્યા, ઘોળે દિવસે બદમાશોએ કર્યો ગોળીબાર- જુઓ વિડીયો..

Pune Crime: બે બદમાશોએ હોટલમાં ઘૂસીને યુવક પર ગોળી ચલાવી દીધી હતી. જે બાદ હોટલની બહાર ઉભેલા અન્ય બદમાશો પણ અંદર પહોંચી ગયા હતા અને યુવાન પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

Pune Crime A young man was killed in a hotel in Pune, miscreants opened fire in broad daylight - watch the video..

Pune Crime A young man was killed in a hotel in Pune, miscreants opened fire in broad daylight - watch the video..

News Continuous Bureau | Mumbai

Pune Crime: પુણેના ઈન્દાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઈન્દાપુરની એક હોટલમાં ભોજન કરી રહેલા એક વ્યક્તિ પર ગોળીબાર ( firing ) કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બદમાશોએ તેના પર ગોળીબાર કર્યા બાદ આરોપીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

Join Our WhatsApp Community

આ ઘટના બન્યા બાદ વિસ્તારમાં  ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ( CCTV cameras ) કેદ થઈ ગઈ હતી.

મૃતક યુવક પુણેના આલંદી વિસ્તારનો રહેવાસી હતો…

મળતી માહિતી અનુસાર, મૃતક યુવક પુણેના આલંદી વિસ્તારનો રહેવાસી હતો. તે તેના મિત્રો સાથે પૂણે-સોલાપુર નેશનલ હાઈવે ( Pune-Solapur National Highway ) પર ઈન્દાપુરની એક હોટલમાં જમવા ગયો હતો. આ દરમિયાન પાંચ-છ લોકો ત્યાં પહોંચ્યા. જે સીસીટીવી ફૂટેજમાં પણ નજરે પડે છે.

આ સમાચાર પણ વાંચો : Saudi Crown Prince: સાઉદી અરેબિયાના રાજા અને ક્રાઉન પ્રિન્સે રમઝાનમાં આપ્યા દાનમાં 155 કરોડ..

આમાંથી બે બદમાશોએ હોટલમાં ઘૂસીને યુવક પર ગોળી ચલાવી દીધી હતી. જે બાદ હોટલની બહાર ઉભેલા અન્ય બદમાશો પણ અંદર પહોંચી ગયા હતા અને યુવાન પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન હોટલમાં બેઠેલા અન્ય લોકમાં ભગદડ મચી ગઈ હતી.

ગોળીબાર બાદ બદમાશોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બદમાશોના ચાલ્યા ગયા બાદ ત્યાં હાજર લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટનાસ્થળનો તાગ મેળવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવામાં વ્યસ્ત છે. આ સાથે હત્યાના ( Murder case ) કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક યુવકના મિત્ર પાસેથી પણ હાલ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
IND vs SA: લખનૌમાં ધુમ્મસનું ગ્રહણ, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ!
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
Exit mobile version