Site icon News Continuous Bureau | Mumbai

Pune Bulldozer Action: પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન: મેયરની ચૂંટણી પહેલા સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર, જાણો કયા વિસ્તારોમાં થઈ કડક કાર્યવાહી

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી જમીનો પર બનેલી ગેરકાયદે હોટલો, ઓફિસો, દુકાનો અને વેરહાઉસને તોડી પાડવા માટે મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Pune Bulldozer Action પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન

Pune Bulldozer Action પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન

News Continuous Bureau | Mumbai

Pune Bulldozer Action પુણે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે બાંધકામો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નવા મેયરની પસંદગી થાય તે પહેલાં જ વહીવટીતંત્રે બુલડોઝર ઓપરેશન શરૂ કરી દીધું છે. આ અભિયાન સોમવાર, 9 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી પુણેના વિવિધ વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં હોટલ, ઓફિસ, દુકાનો અને વેરહાઉસ જેવા વ્યાવસાયિક માળખા પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

ખરાડીના બોરાટે વસ્તી વિસ્તારમાં સૌથી મોટી કાર્યવાહી

મળતી વિગતો અનુસાર, પુણેના ખરાડી વિસ્તારમાં આવેલા બોરાટે વસ્તીમાં સરકારી જમીન પર મોટા પાયે અતિક્રમણ કરવામાં આવ્યું હતું. આ જમીનો પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે હોટલો, ઓફિસો અને મોટા વેરહાઉસ ચલાવવામાં આવતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનને સતત ફરિયાદો મળ્યા બાદ સર્વે કરવામાં આવ્યો હતો અને બાંધકામ ગેરકાયદે હોવાની પુષ્ટિ થતા જ 9 ફેબ્રુઆરીની સવારથી બુલડોઝરની મદદથી તેને તોડી પાડવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

અતિક્રમણ વિભાગની દેખરેખ હેઠળ આખું ઓપરેશન

આ આખું અભિયાન મ્યુનિસિપલ અતિક્રમણ વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહી માત્ર એક વિસ્તાર પૂરતી સીમિત નથી. શહેરના અલગ-અલગ ભાગોમાં તબક્કાવાર રીતે ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત અને મ્યુનિસિપલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનું દબાણ સહન કરવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : PM Modi Malaysia Visit: PM મોદી મલેશિયા પહોંચતા જ પાકિસ્તાનમાં ફફડાટ: પાક. નેવી ચીફે તાબડતોબ કેમ દોડવું પડ્યું? જાણો ભારતનો એવો માસ્ટરપ્લાન જેનાથી ઈસ્લામાબાદની ઊંઘ ઉડી ગઈ 

ધનોરી અને યરવડા બાદ હવે ખરાડી પર તંત્રની ગાજ

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન આ અગાઉ ધનોરી અને યરવડા જેવા વિસ્તારોમાં પણ આ જ પ્રકારે અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચલાવી ચૂક્યું છે. હવે ખરાડીમાં થયેલી આ કાર્યવાહીથી વહીવટીતંત્રે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવા જ કડક પગલાં લેવામાં આવશે. કોર્પોરેશનની આ કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version