Site icon

Pune News : પુણે જિલ્લામાં ભારે વરસાદ! રસ્તા બન્યા નદી; ઘરોમાં ફરી વળ્યાં પાણી, જુઓ વિડીયો..

Pune News : પુણે જિલ્લામાં ભારે વરસાદ થયો છે. પ્રથમ વરસાદ બાદ પુણેના ધનોરી વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.

Pune News Pune witnesses heavy rain; several areas reported water logging

Pune News Pune witnesses heavy rain; several areas reported water logging

News Continuous Bureau | Mumbai

Pune News : એક તરફ ચોમાસું  ગોવામાં પહોંચી ગયું છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન વરસાદ શરૂ થઈ ગયો છે, રાજ્યના કેટલાક ભાગોમાં આ પ્રિ-મોન્સૂન વરસાદ ત્રાટકયો હોવાના અહેવાલ છે. પુણેમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જોકે  મુશળધાર વરસાદને કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા હતા.

Join Our WhatsApp Community

Pune News : રસ્તા પર ભરાયા પાણી..

પાણી ભરાવાને કારણે રસ્તા પરની ગાડીઓ તરવા લાગી હતી, તો કેટલીક જગ્યાએ રોડ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પુણેના કાત્રજ, ધનોરી, વિમાન નગર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. પુણેના આ ભાગમાં બે કલાકમાં 100 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો.

પુણેમાં વરસાદને કારણે ઘણી ફ્લાઈટો કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું હતું કે મંગળવારે સાંજે લોહગાંવ, ધનોરી વિસ્તારમાં વરસાદને કારણે પુણે એરપોર્ટ પર ફ્લાઇટ શેડ્યૂલ પ્રભાવિત થયું હતું, જેના પરિણામે પુણેથી ઉપડતી પાંચ ફ્લાઇટ્સ એકથી ચાર કલાક મોડી પડી હતી. પરિણામે દહેરાદૂન, લખનૌ, દિલ્હી, બેંગ્લોર જતા મુસાફરોને અસર થઈ હતી.

આ સમાચાર પણ વાંચો: નવી મુંબઈમાં મોરબે ડેમના જળસ્તરમાં આટલા ટકાનો આવ્યો નોંધપાત્ર ઘટાડો, પાલિકાએ કરી પાણી કાપની જાહેરાત..

Pune News : મુંબઈમાં પણ પડ્યો વરસાદ

મંગળવાર સાંજથી મુંબઈ શહેર અને ઉપનગરોમાં વરસાદી વાતાવરણ પ્રવર્તે છે અને બુધવારે સવારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ દેખાયો હતો. ઘાટકોપર, સાયન, દાદર વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ પડયો હતો, પરંતુ આ અણધાર્યા વરસાદને કારણે મુંબઈના લોકો પરેશાન થઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું.

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version