Site icon News Continuous Bureau | Mumbai

Punjab : મોતની કેક?? ચોકલેટ કેક ખાધા બાદ 10 વર્ષની બાળકીનું મૃત્યુ; પોલીસ તપાસ શરૂ..

Punjab : પંજાબના પટિયાલામાં કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. 10 વર્ષની બાળકીના મોત બાદ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. કાર્યવાહી કરીને પોલીસે બેકરી માલિક સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. પરંતુ પોલીસ તે દુકાનનું સરનામું શોધી શકી ન હતી જ્યાંથી કેક ઓનલાઈન ડિલિવરી કરવામાં આવી હતી. પરંતુ યુવતીના પરિવારજનોએ દુકાનનું સરનામું શોધી કાઢ્યું છે.

Punjab girl, 10, dies after eating cake ordered online. Here's what happened

Punjab girl, 10, dies after eating cake ordered online. Here's what happened

News Continuous Bureau | Mumbai 

 Punjab :  પંજાબના પટિયાલામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 10 વર્ષની બાળકીનું તેના જન્મદિવસ પર કેક ખાધા બાદ મોત થયું હતું અને પરિવારના ચાર સભ્યોની તબિયત પણ બગડી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. દરમિયાન પોલીસે તેના પરિવારના સભ્યોની ફરિયાદ પર બેકરી શોપના માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

Join Our WhatsApp Channel

 કેક ખાધા બાદ માનવીની તબિયત બગડી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પટિયાલાના અમન નગર વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી માનવીનો જન્મદિવસ 24મી માર્ચે હતો. આ પ્રસંગે તેની માતા કાજલે ઝોમેટો પર કાન્હા ફર્મમાંથી કેક મંગાવી હતી. રાત્રે પરિવારમાં બધાએ જન્મદિવસની ઉજવણી કરી અને કેક ખાધી. જોકે કેક ખાધા બાદ માનવીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન માનવીનું મોત થયું હતું.

વીડિયોમાં કેક કાપતી જોવા મળી રહી છે માનવી 

ફરિયાદ મળ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દરમિયાન  માનવીના જન્મદિવસનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે પોતે કેક ખાઈ રહી છે અને તેના પરિવારના સભ્યોને પણ કેક ખવડાવતી જોવા મળી રહી છે. કોણ જાણતું હતું કે આ કેક તેનો જીવ લેશે.  

પરિવારે કેક મોકલનારી કાન્હા ફર્મ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી 

માનવીના મૃત્યુ બાદ તેના પરિવારે કેક મોકલનારી કાન્હા ફર્મ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો ત્યાં આપેલું સરનામું નકલી નીકળ્યું અને ત્યાં આવી કોઈ દુકાન ન હતી. આ પછી, 30 માર્ચે, માનવીના પરિવારે ફરીથી તે જ કાન્હા ફર્મમાંથી Zomato દ્વારા કેક મંગાવી અને જ્યારે ડિલિવરી એજન્ટ તેને પહોંચાડવા પહોંચ્યો ત્યારે તેણે તેને પકડી લીધો.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Protest : તાડદેવ વિસ્તારના નાગરિકો ઉતર્યા રસ્તા પર! સ્થાનિક વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ આગેવાનીમાં કર્યું આંદોલન; જાણો શું છે સમગ્ર મામલો..

જ્યારે પોલીસ ડિલિવરી એજન્ટ સાથે કેક મોકલનાર દુકાન પર પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે કાન્હા ફર્મ નકલી હતી અને કેક ન્યૂ ઈન્ડિયા બેકરીમાંથી મોકલવામાં આવી હતી. આ દરમિયાન કેકના કારણે મૃત્યુ થયા બાદ પરિવારના સભ્યોએ બાકીની કેક ફ્રીઝરમાં રાખી હતી જેથી તેની તપાસ કરી શકાય.

બેકરી માલિક ફરાર

પોલીસના જણાવ્યા અનુસાર, ન્યૂ ઈન્ડિયા બેકરીના માલિકે કાન્હા ફર્મ નામથી બીજી બેકરી રજીસ્ટર કરાવી હતી અને ઝોમેટો પર ડિલિવરી માટે તે જ નામનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના અંગે સિટી એસપીએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બેકરીના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બેકરી માલિક ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Maharashtra MLC Election Result 2026। મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો વિજયધ્વજ! વોટિંગ પહેલા જ ૬ ઉમેદવારો બિનહરીફ વિજેતા, જાણો કયા વિસ્તારોમાં મળી જીત.
Shirdi Sai Baba Temple Theft। શિરડીમાં સાઈભક્તો સાવધાન VIP ગેટ પાસે કેમિકલથી ગાડીનો કાચ ઓગાળી ઘરેણાંરોકડની મોટી ચોરી
MumbaiPune Missing Link। મુંબઈપુણે મિસિંગ લિંક પર રીલ્સ બનાવવી પડશે મોંઘી ગાડી ઉભી રાખી તો પોલીસ ખાલી કરી દેશે ખિસ્સું
Exit mobile version