હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં સતત વરસાદ અને કેટલીક જગ્યાએ વાદળ ફાટતા જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
કારેરી લેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી શબ મળી રહ્યા છે. જેમાં પંજાબના સૂફી સિંગર મનમીત સિંહનું શબ પણ મળ્યુ છે.
રેસક્યૂ ટીમને અહી કુલ 6 શબ મળ્યા છે. જેમાં એક મહિલા, એક બાળકનું શબ પણ સામેલ છે. જ્યારે જે અન્ય લોકો આ દરમિયાન ગાયબ થયા હતા તેમને પણ મૃત માનવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પંજાબના અમૃતસર જિલ્લાના મનમીત સિંહ પોતાના ભાઇ સહિત કુલ પાંચ લોકો સાથે ધર્મશાળા ફરવા માટે આવ્યા હતા.