Site icon

Raas Garba : જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબાની સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણતક, આ તારીખ સુધીમાં ભરી શકાશે ફોર્મ…

Raas Garba : રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. સાથે સંગીતકાર ૦૪ (ચાર) રાખી શકશે. તા.૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે

Raas Garba Golden chance for participation in district level Navratri Raas-Garba competition

Raas Garba Golden chance for participation in district level Navratri Raas-Garba competition

News Continuous Bureau | Mumbai 

Raas Garba : કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ( cultural activities ) કચેરી, ગાંધીનગર ( Gandhinagar ) દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સુરત શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષા નવરાત્રી રાસ –ગરબા સ્પર્ધાનું ( Garba competition )  આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના માત્ર ભાઇઓ કે બહેનો તેમજ ભાઇઓ/બહેનોની મિશ્ર ટુકડી ભાગ લઇ શકશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. સાથે સંગીતકાર ૦૪ (ચાર) રાખી શકશે. ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલની સાથે રાખી તા.૩૦/૦૯/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂની સિવીલ કોર્ટ બિલ્ડીંગ, પ્રથમ માળ, નાનપુરા,સુરત. ખાતે જમા કરવાના રહેશે તેમ સુરત જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ganeshotsav : સ્વચ્છતા હી સેવા… સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની જાગૃતિ ફેલાવતા સુરતના અનોખા ‘ટ્રી ગણેશા’, જુઓ તસવીરો..

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version