Site icon

નેપાળમાં રાહુલ ગાંધી પબમાં ચીનના રાજદૂત સાથે પાર્ટી કરતા હતા તે દાવો ખોટો: કોંગ્રેસ

News Continuous Bureau | Mumbai

હરિયાણામાં  ભાજપના(BJP) આઈટી ટીમના(IT Team) ઈન્ચાર્જ અરુણ યાદવે(Arun yadav) ટ્‌વીટ કરીને એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી(Rahul gandhi) સાથે હાજર મહિલા નેપાળમાં(Nepal) ચીનના રાજદૂત(Ambassador of China) હોઉ યાનકી છે. વિશ્વ હિન્દુ પરિષદના(Vishwa Hindu Parishad) નેતા વિજય શંકર તિવારીએ(Vijay Shankar Tiwari) પણ ટિ્‌વટર પર મહિલાને હોઉ યાનકી ગણાવતા લખ્યું કે રાહુલ ગાંધીનું ચીની રાજદૂત સાથે આ પ્રકારે વાતચીત કરવું એ સામાન્ય મામલો નથી. વિજય શંકરે કહ્યું કે દેશના દુશ્મનો સાથે છુપાઈ ને મળવું દેશને સ્વીકાર્ય નથી.  કોંગ્રેસના(Congress) નેતા રણદીપ સૂરજેવાલાએ(Randeep surjewala) આ સમગ્ર મામલે નિવેદન પણ આપ્યું. પાર્ટી પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી મિત્ર દેશ નેપાળમાં એક અંગત લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા છે. સુરજેવાલાએ કટાક્ષ ભર્યા અંદાજમાં કહ્યું કે રાહુલ પીએમ મોદીની(PM Modi) જેમ આમંત્રણ વગર પાકિસ્તાનના પીએમના(Pakistan PM) ત્યાં કેક કાપવા ગયા નથી. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ખાનગી સમારોહમાં જવું અત્યાર સુધી તો ગુનો જાહેર થયો નથી. બીજી બાજુ નેપાળી મીડિયા મુજબ આ લગ્ન સુમનિમા દાસ ના હતા. સુમનિમા સીએનએનના રિપોર્ટર(CNN reporter) છે. તે મ્યાનમારમાં નેપાળના રાજદૂત રહેલા ભીમ ઉદાસ ના પુત્રી છે. આ લગ્ન ૩ મેના રોજ થયા અને રિસેપ્શન ૫ મેના રોજ છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધી કાઠમંડુના 'લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ' પબમાં ગયા હતા.  એવું કહેવાય છે કે તેઓ ચાર-પાંચ લોકો સાથે પબમાં ગયા હતા અને લગભગ દોઢ કલાક સુધી ત્યાં રહ્યા. આ રાહુલ ગાંધીનો અંગત પ્રવાસ હતો. આ દરમિયાન તેઓ કોઈ અધિકૃત કામ માટે કે કોઈ બેઠક માટે ગયા નહતા. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ પબમાં રાહુલ ગાંધી સાથે હાજર મહિલા દુલ્હન સુમનિમા દાસની મિત્ર છે.  પબ તરફથી મીડિયાને જાણકારી આપવામાં આવી છે કે તે દિવસે ચીનના કોઈ રાજદૂત ત્યાં હાજર નહતા. આથી મહિલા હોઉ યાનકી હોવાનો સવાલ નથી ઉઠતો. આવામાં સોશિયલ મીડિયા પર થઈ રહેલો દાવો ખોટો છે કે રાહુલ ગાંધી પબમાં ચીનના રાજદૂત સાથે પાર્ટી કરી રહ્યા હતા. રાહુલ ગાંધી હાલ પાડોશી દેશ નેપાળ ના અંગત પ્રવાસે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો જેણે જાણે રાજકીય ભૂકંપ લાવી દીધો. આ વીડિયોમાં તેઓ નેપાળના એક પબમાં જાેવા મળ્યા. આ વીડિયો વાયરલ થયા બાદ જાે કે કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે રાહુલ ગાંધી નેપાળમાં તેમની એક મિત્રના લગ્નમાં સામેલ થવા માટે ગયા છે. વીડિયોમાં તેમની સાથે જાેવા મળેલી યુવતીએ ભારે કૂતુહલ સર્જ્‌યુ. યુવતી વિશે ભાજપના અનેક નેતાઓએ દાવો કર્યો કે તે નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાનકી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  કેન્દ્રીય ગૃહ પ્રધાન પશ્ચિમ બંગાળની મુલાકાતે, બંગાળના વિભાજનની જાહેરાત કરશે?  જાણો વિગતે

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version