Site icon News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધીની સતત ત્રીજા દિવસે પૂછપરછ- કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉગ્ર થયા- રસ્તા પર ટાયરો સળગાવ્યા- જુઓ વિડીયો-જાણો વિગતે

News Continuous Bureau| Mumbai.

નેશનલ હેરાલ્ડ કેસ(Natioanal Herald case) મામલે ઈડી રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે આજે ફરી ત્રીજા દિવસે પણ પૂછપરછ કરી રહી છે. રાહુલ ગાંધી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) એ વિતેલા બે દિવસમાં લગભગ 18 કલાક પૂછપરછ કરી ચુકી છે. મંગળવારના રોજ રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ થઈ શકી ન હતી તેથી આજે ફરી રાહુલને બોલાવવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

 

દરમિયાન રાહુલ ગાંધીને મળેલી નોટિસ વિરુદ્ધ કોંગ્રેસ સતત અવાજ ઉઠાવી(protest) રહ્યું છે.રાહુલના સમર્થનમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ(Congressional activist)એ (ED office)ઈડી ઓફિસ પાસે ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું છે, જ્યાં કાર્યકરોએ ટાયરો સળગાવી (Tires burned)દીધા છે. પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન ઘણા કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઈ છે. પોલીસે તેમની અટકાયત કરી છે. છે. સાથે જ કોંગ્રેસ ઓફિસની આજૂબાજૂમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. 

 

તો બીજી તરફ કોંગ્રેસે(congress) દિલ્હી પોલીસ(Delhi police) પર હેડક્વાર્ટરમાં ઘૂસવાનો આરોપ લગાવ્યો છે. તેથી આ મુદ્દાને લઈને કોંગ્રેસના કેટલાય મોટા નેતાઓની બેઠક ચાલી રહી છે. આ મીટિંગ(meeting)માં કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ, રણદીપ સુરજેવાલા અને અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના કેટલાય નેતાઓ સામેલ છે. કોંગ્રેસના કેટલાય કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસ હેડક્વાર્ટર જતાં રોકવામાં આવ્યા છે. જે બાદ તેમને નિર્ણય કર્યો છે કે, તેઓ સંસદમાં જઈને ગાંધી પ્રતિમા આગળ ધરણાં કરશે. 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version