Site icon

ભારત જોડો યાત્રા- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની દમદાર ફિટનેસ- શાળાના બાળકો સાથે લગાવી રેસ- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

‘ભારત જોડો યાત્રા’ દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi)ના ઘણા વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યા છે. ક્યારેક તે રસ્તાની બાજુમાં બેઠેલા લોકો સાથે વાત કરવા લાગે છે તો ક્યારેક તે રસ્તાની બાજુમાં ઉભા રહીને ચાની ચૂસકી લેવા લાગે છે. દરમિયાન તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યો છે. આમાં તે બાળકો સાથે રેસ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી દોડે છે ત્યારે કેટલાક બાળકો અને તેમનો સ્ટાફ પણ તેમની સાથે દોડવા લાગે છે.

Join Our WhatsApp Community

 

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધીએ રવિવારે પદયાત્રા દરમિયાન અચાનક શાળા(School student)ના કેટલાક વિદ્યાર્થીઓ સાથે દોડવાનું શરૂ કર્યું હતું. રાહુલ (Rahul Gandhi)ના અચાનક ભાગવાના કારણે તેમના સુરક્ષાકર્મીઓ, તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રેવંત રેડ્ડી અને અન્ય લોકો પણ દોડવા લાગ્યા હતા.  

  આ સમાચાર પણ વાંચો : મુંબઈના ધારાવી વિસ્તારમાં રસ્તા પર ઉભી બસ અચાનક ભડ ભડ સળગી ઉઠી- દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડિયો 

ઉલ્લેખનીય છે કે આ યાત્રા તેલંગાણાની સાત લોકસભા અને 19 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થઈને કુલ 375 કિમીનું અંતર કાપશે, ત્યારબાદ તે 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.  

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version