Site icon News Continuous Bureau | Mumbai

Rahul Gandhi:’વોટ ચોરી’ ના આરોપ પર રાહુલ ગાંધી એ ચૂંટણી પંચને આપી આવી ચીમકી, સત્તામાં આવતા  કરશે આવું કામ 

Rahul Gandhi:રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોને કહ્યું કે, "એક દિવસ INDIA ગઠબંધન સત્તામાં આવશે, ત્યારે અમે તમારી સામે કાર્યવાહી કરીશું."

Rahul Gandhi: ‘વોટ ચોરી’ મામલે રાહુલ ગાંધીની ચીમકી

Rahul Gandhi: ‘વોટ ચોરી’ મામલે રાહુલ ગાંધીની ચીમકી

News Continuous Bureau | Mumbai 
Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’ ના મુદ્દે ચૂંટણી પંચ પર તીવ્ર પ્રહારો કર્યા છે. બિહારના ગયામાં એક સભાને સંબોધિત કરતાં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચૂંટણી કમિશનરને ચીમકી  આપી કે જો INDIA ગઠબંધન સત્તામાં આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચે બિહારમાં “વોટ ચોરી” કરી છે અને હવે તેમની પાસે સોગંદનામું માંગી રહ્યું છે.

‘વોટ ચોરી’ એ ભારત માતાની આત્મા પર હુમલો

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘વોટ ચોરી’ એ ‘ભારત માતા’ ની આત્મા પર સીધો હુમલો છે. તેમણે ચૂંટણી પંચને કહ્યું કે, “આખો દેશ તમને સોગંદનામું આપવા માટે કહેશે. અમને થોડો સમય આપો, અમે તમારી ચોરી દરેક વિધાનસભા અને લોકસભા બેઠક પરથી પકડીશું અને તેને લોકો સમક્ષ રજૂ કરીશું.” તેમણે બિહારમાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્પેશિયલ પેકેજ” જેવો ગણાવીને તેને ‘વોટ ચોરીનું નવું સ્વરૂપ’ ગણાવ્યું.
આ સમાચાર પણ વાંચો :Pew Research Survey 2025: ભારત વિશે દુનિયા શું વિચારે છે? 24 દેશોના સર્વેમાં મોટો ખુલાસો, જાણો કયા દેશો ભારતના પક્ષમાં અને કયા વિરુદ્ધ

રાહુલ ગાંધીની કમિશનરો પર સીધી ટિપ્પણી

રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી પર સીધો હુમલો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે આ કમિશનરોએ ભાજપની સદસ્યતા લીધી છે અને તેઓ તેમના માટે કામ કરી રહ્યા છે. તેમણે કમિશનરોને ચેતવણી આપતા કહ્યું, “સમજી લો એક દિવસ એવો આવશે કે જ્યારે બિહારમાં અને દિલ્હીમાં INDIA ગઠબંધનની સરકાર હશે, ત્યારે અમે તમારા ત્રણેય સામે કાર્યવાહી કરીશું. તમે આખા દેશમાંથી વોટ ચોર્યા છે.”

ECI નું સોગંદનામું માટેનું અલ્ટીમેટમ

રાહુલ ગાંધીએ આ ટિપ્પણી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમના આરોપોને સમર્થન આપવા માટે સાત દિવસમાં સોગંદનામું રજૂ કરવાના અલ્ટીમેટમ પછી કરી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે જો ગાંધી સોગંદનામું નહીં આપે તો તેમના આરોપોને પાયાવિહોણા અને અમાન્ય ગણવામાં આવશે. ચૂંટણી પંચે વારંવાર ગાંધી અને અન્ય વિરોધ પક્ષના નેતાઓના દાવાઓને ભ્રામક ગણાવ્યા છે.
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version