સંસદના ચોમાસુ સત્રમાં સતત થઈ રહેલા હંગામા વચ્ચે કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.
રાહુલ ગાંધી આજે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા અને તેમણે કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધી તો સંસદ ભવનમાં પહોંચી ગયા પરંતુ બાદમાં દિલ્હી પોલીસે કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલા, શ્રીનિવાસ બી.વી.ને કસ્ટડીમાં લીધા છે.
સાથે જ પોલીસે તે ટ્રેક્ટરને પણ જપ્ત કરી લીધું હતું.
સંસદના ચોમાસુ સત્રના કારણે તે વિસ્તારમાં કલમ 144 લાગુ રહે છે. આ સંજોગોમાં રાહુલ ગાંધી અગાઉથી કોઈ પણ જાતની સૂચના આપ્યા વગર ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાની વિરૂદ્ધમાં છેલ્લા એક વર્ષથી હોબાળો ચાલુ છે.
