Site icon News Continuous Bureau | Mumbai

કૃષિ આંદોલન: જે ટ્રેક્ટર પર સંસદ પહોંચ્યા હતા રાહુલ ગાંધી તેને દિલ્હી પોલીસે આ કારણે લીધું કબજામાં, સાથે આ નેતાઓને પણ લીધા કસ્ટડીમાં ; જાણો વિગતે 

સંસદના ચોમાસુ સત્રમાં સતત થઈ રહેલા હંગામા વચ્ચે કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. 

રાહુલ ગાંધી આજે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા અને તેમણે કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. 

Join Our WhatsApp Channel

રાહુલ ગાંધી તો સંસદ ભવનમાં પહોંચી ગયા પરંતુ બાદમાં દિલ્હી પોલીસે કોંગ્રેસી નેતા રણદીપ સુરજેવાલા, શ્રીનિવાસ બી.વી.ને કસ્ટડીમાં લીધા છે. 

સાથે જ પોલીસે તે ટ્રેક્ટરને પણ જપ્ત કરી લીધું હતું.

સંસદના ચોમાસુ સત્રના કારણે તે વિસ્તારમાં કલમ 144 લાગુ રહે છે. આ સંજોગોમાં રાહુલ ગાંધી અગાઉથી કોઈ પણ જાતની સૂચના આપ્યા વગર ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાની વિરૂદ્ધમાં છેલ્લા એક વર્ષથી હોબાળો ચાલુ છે.  

મુંબઈમાં લોકલ શરૂ કરવાને મુદ્દે ભાજપાએ આંદોલન છેડ્યું; બોરીવલી સ્ટેશન બહાર કરાયું પ્રદર્શન, જાણો વિગત

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version