Site icon

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી અલગ અંદાજમાં આવ્યા નજર, સ્ટેજ પર ચડી કર્યું આ કામ.. જુઓ વીડિયો

 News Continuous Bureau | Mumbai

કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દક્ષિણના રાજ્યો (Southern States) બાદ મહારાષ્ટ્ર (Maharashtra) પહોંચી છે. યાત્રા રાહુલ ગાંધી (Rahul Gandhi) દરેક વર્ગના લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના ઘણા એવા વિડિયો આવે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ઢોલ વગાડી રહ્યા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ તેઓ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના (Hingoli District) કલામનુરીમાં (Kalamanuri) એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં (cultural event) પહોંચ્યા હતા, જ્યાં તેમણે કલાકારો સાથે ઢોલ વગાડ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં થયું ભોપાળું, સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કઈં ને વાગ્યું’યે કઈં.. જુઓ વિડીયો 

સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray) , એનસીપી નેતા સુપ્રિયા સુલે (NCP leader Supriya Sule) , જયંત પાટીલ (Jayant Patil) અને એનસીપી નેતા જીતેન્દ્ર આવ્હાડ (NCP leader Jitendra Awhad)  સહિત ઘણા નેતાઓ અહીં યોજાઈ રહેલી આ પદયાત્રામાં સામેલ થયા હતા. મહારાષ્ટ્ર બાદ યાત્રા મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે.

ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રાને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ યાત્રાનો ભાગ બની રહ્યા છે.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version