News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra politics)માં હવે એવા વળાંકો આવી રહ્યા છે જે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે અનિયંત્રિત સાબિત થાય તેમ છે. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચુંટણીમાં દરમિયાન કોંગ્રેસ(congress) પાર્ટીના ઉમેદવારની હારને કારણે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ નારાજ થયું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ(Former Chief Minister Prithviraj Chauhan) ની ભલામણ અનુસાર હવે હાઈકમાન્ડ તરફથી એક ઓબ્ઝર્વર મુંબઈ(Mumbai) આવશે. તેઓ એ વાતની તપાસ કરવા માંગે છે કે વિધાન પરિષદ ની ચૂંટણી દરમિયાન કયા 8 ધારાસભ્યો(MLAs)એ ક્રોસ વોટિંગ કર્યું છે તેમજ મહારાષ્ટ્ર સરકારના વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન 11 ધારાસભ્યો કયા કારણથી ગેરહાજર રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારના મત્રીમંડળનું થશે વિસ્તરણ- જાણો કોને શું મળશે-જાણો વિગત
એવી ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવશે તેમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ શિવસેનાની કાર્યશૈલીને જવાબદાર ગણાવશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ની કરતૂતોની પોલ ખૂલી જશે. જો આવું કંઈ થશે તો કોંગ્રેસ પાર્ટી શિવસેના સાથે પોતાનો સંબંધ તોડી નાખશે. આવી કોઈ પણ ઘટના ઉદ્ધવ ઠાકરે માટે એક ખરાબ સ્વપ્ન સમાન હશે.