ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓગસ્ટ 2020
રેલ્વે મંત્રાલયનું કહેવું છે કે મુંબઇમાં લોકલ ટ્રેન સેવા ક્યારે શરૂ થશે અત્યારથી કહી શકાય નહીં.. મંગળવારે સાંજે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે "હવે પછીની સૂચના સુધી રેલ્વેની તમામ નિયમિત સેવાઓ બંધ રહેશે." જો કે, રેલ્વે ક્યારે દોડશે નહીં તેની ચોક્કસ તારીખ જાહેર કરી નથી.
સોશિયલ મીડિયા પર એક પરિપત્ર ફેલાવવામાં આવ્યો હતો કે 'પૂર્વ રેલ્વેની લોકલ ટ્રેનો સહિત નિયમિત ટ્રેનો 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. લોકડાઉન તબક્કામાં જાહેર જનતા માટે ટ્રેન શરૂ કરી શકાય એમ નથી કેમ કે સંક્રમણ વધુ ફેલાવાનો ડર રહેલો છે.
રેલ્વે બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે નવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી. પરંતુ જીવન આવશ્યક ચીજો માટે દોડતી વિશેષ ટ્રેનો ચાલુ રહેશે. નોંધનીય છે કે હાલ ગણતરીની લોકલ ટ્રેન સેવા ચાલુ છે જેમાં હોસ્પિટલ, બસ, ટ્રેન, શાકભાજી, કિરાણા, દુધ, મેડીકલ સ્ટાફ, બીએમસી, બેંક, મંત્રાલય વગેરે લોકોને મુસાફરી કરવાની મંજૂરી મળી છે. પરંતુ સામાન્ય લોકોએ હજી પણ રાહ જોવી પડશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com