Site icon News Continuous Bureau | Mumbai

Railway news : ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પુનઃસ્થાપિતઃ 14 જાન્યુઆરી સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Railway news : હવે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી, વારાણસી સિટી, ભટની અને ગોરખપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં એશબાગ, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશન નો સમાવેશ થાય છે.

Railway news Okha-Gorakhpur Express restored, will run on diverted route till January 14

Railway news Okha-Gorakhpur Express restored, will run on diverted route till January 14

 News Continuous Bureau | Mumbai

Railway news : ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ( Gorakhpur-Okha express ) , જે અગાઉ 14 જાન્યુઆરી, 2024 સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાયવર્ટ ( Divert route )  કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Channel

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:

ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ  17.12.2023, 24.12.2023, 31.12.2023, 07.01.2024 અને 14.01.2024 ના રોજ અને ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 14.12.2023, 21.12.2023, 28.12.2023, 04.01.2024 અને 11.01.2024 ના રોજ રદ થવાને બદલે, હવે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી, વારાણસી સિટી, ભટની અને ગોરખપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં એશબાગ, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશન નો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Parliament Security Breach: સંસદ પર હુમલાની વરસીએ જ સુરક્ષામાં ચૂક, કાવતરામાં કુલ 6 લોકો સામેલ, 4ની ધરપકડ, 2 ફરાર..

રેલવે ( Indian Railway ) તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thane Vehicle Theft થાણેમાં વાહન ચોરોની ટોળકી પર ત્રાટકી પોલીસ ૨ રીઢા ગુનેગારો દબોચાયા, ₹૧૧.૪૦ લાખની ૨૧ ચોરાઉ મોટરસાયકલો જપ્ત!
Woman Murder Case પત્નીની હત્યાનો ભેદ ૨૪ કલાકમાં ઉકેલાયો વાગળે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ૫ દ્વારા નાગપુરથી બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ!
Thane Chain Snatching Case થાણે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા ચેઇન સ્નેચિંગના ૨૨ ગુનાઓનો ભેદ ઉકેલાયો, રીઢો ગુનેગાર પકડાયો અને ₹૩૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત!
Chhagan Bhujbal Discharged By Special Court વર્ષોની કાનૂની લડાઈનો સુખદ અંત જેલવાસ અને આક્ષેપો બાદ છગન ભુજબળ ક્લીનચિટ સાથે નિર્દોષ સાબિત..
Exit mobile version