Site icon News Continuous Bureau | Mumbai

Railway News : મુસાફરોની સુવિધામાં વધારો.. સાબરમતી-ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પુનઃસ્થાપિત

Railway News : મુસાફરોની સુવિધા માટે, આ ટ્રેનને રીશેડ્યૂલ સમય ની સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી છે

Railway News Sabarmati-Gorakhpur-Sabarmati Express train restored

Railway News Sabarmati-Gorakhpur-Sabarmati Express train restored

News Continuous Bureau | Mumbai

Railway News : પૂર્વોત્તર રેલવે ના કુસ્મહી -ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો ની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, ટ્રેન સંખ્યા 19409/19410 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ, જે અગાઉ રદ સૂચિત કરવામાં આવી હતી, હવે મુસાફરોની સુવિધા માટે, આ ટ્રેનને રીશેડ્યૂલ સમય ની સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે: 

Join Our WhatsApp Channel
  1. 17, 19, 24, 26 એપ્રિલ અને 1 મે 2025ના રોજ ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ પુનઃસ્થાપિત કરવામાં આવી છે, આ ટ્રેન સાબરમતી થી 4 કલાક રીશેડ્યુલ રહેશે અને 24, 26 એપ્રિલ અને 1 મે 2025 ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ બસ્તી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને બસ્તી-ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 
  2. 19,21, 26, 28 એપ્રિલ અને 3 મે 2025 ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ને પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને 26, 28 એપ્રિલ અને 3 મે 2025 ની ટ્રેન સંખ્યા 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ બસ્તી સ્ટેશન થી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ગોરખપુર-બસ્તી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

આ સમાચાર પણ વાંચો : નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયા..

યાત્રીઓ ને વિંનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનો ના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version