છેલ્લા કેટલાક દિવસોથી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગે આજથી આગામી પાંચ દિવસ સુધી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે પુણે, રાયગઢ, રત્નાગિરી, સાતારા અને કોલ્હાપુર માટે આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
સાથે જ વરસાદને કારણે પશ્ચિમ મહારાષ્ટ્રના ડેમ વિસ્તારમાં અનેક નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો હોવાથી વહીવટીતંત્રે કોંકણના નદીકાંઠાના ગામોને જાગૃત રહેવાની સૂચના પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે મરાઠાવાડાના અનેક સ્થળોએ નદીઓ અને નાળાઓનું પાણી ખેતરોમાં ઘુસી ગયું છે અને ખરીફ પાકને નુકસાન થયું છે.
ઉત્તર મુંબઈના આ વિસ્તારમાં આજે આ કારણે નહીં આવે પાણી ; જાણો વિગતે