ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
બંગાળની ખાડીમાં થયેલાં વાતાવરણનાં ઉથલ પાથલથી આંધ્ર પ્રદેશની હાલત બગડતી જઇ રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં વરસાદથી અત્યાર સુધીમાં 33 લોકોનાં જીવ ગયા છે. તો 12 લોકો હજુ ગૂમ છે.
ભારે વરસાદને લીધે આવેલા પૂરમાં ચાર શહેરો, 1366 ગામ ચપેટમાં આવ્યાં છે અને 23 ગામ ડૂબ્યાં છે,
આ ઉપરાંત રાજ્યમાં રેલ સંપર્ક પણ પ્રભાવિત થયો છે.
દક્ષિણ મધ્ય રેલવે મુજબ, નેલ્લોરની પાસે પાદુગુપાડુમાં રેલનાં પાટાને નુક્સાનને કારણે 100થી વધુ એક્સપ્રેસ ટ્રેને રદ્દ કરી દીધી છે. અને 29 ટ્રેનનાં રૂટમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે.
એક મહિનામાં 12 ટિકિટ IRCTC વેબસાઈટ પરથી કાઢવી છે? તો તમારે કરવું પડશે આ કામ. જાણો વિગત