ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી, અમુક જગ્યાઓ પર કરા પડ્યા. જાણો વિગતે.

ભારતીય હવામાન વિભાગ-IMDના જણાવ્યા અનુસાર,ગુજરાતના ભાગોમાં આગામી ચાર દિવસ દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી, અમુક જગ્યાઓ પર કરા પડ્યા. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

હવાના હળવા દબાવના પટ્ટા ને કારણે ભારત દેશના પશ્ચિમ વિસ્તારમાં વાદળાઓ આવ્યા છે. જેને કારણે મહારાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. IMDના અમદાવાદ કેન્દ્રે જણાવ્યું હતું કે શનિવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો હતો, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે.  ગુજરાતના ડાંગ, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે પવન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

Rain in Gujarat at many places

ગુજરાતના આ વિસ્તારમાં કરા પડ્યા. 

ગોંડલ શહેર પંથકમાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા વરસાદ પડ્યો. તેમજ પાંચિયાવાદર અને ડૈયા ગામમાં બરફના કરાનો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ચણા, ઘઉં, ધાણા, લસણ, ડુંગળી, જીરૂ, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેના નજીકના વિસ્તારમાં ગડગડાટ, મીરા રોડમાં છુટા છવાયા ઝાપટા પડ્યા.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version