ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે ને કોરોના મુક્ત થયા છે.
સાથે જ તેમની માતા કુંદા ઠાકરે અને બહેન જયવંતી પણ કોરોનાથી મુક્ત થયા છે.
સારવાર દરિમયાન શુક્રવારે બપોરે ત્રણેયનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે.
આ જાણકારી તેમની સારવાર કરનાર ડો. જલીલ પારકરે આ માહિતી આપી છે.
ગયા શુક્રવારે, રાજ ઠાકરેની માતા તથા શનિવારે, રાજ ઠાકરે પોતે અને તેમની બહેન જયવંતી દેશપાંડેને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
રાજ ઠાકરેએ કોરોના સંક્રમણને કારણે ગત શનિવાર અને રવિવારે મુંબઈ અને પુણેમાં પાર્ટી કાર્યકર્તાઓની રેલી સ્થગિત કરી દીધી હતી.
હેં! થાઇલૅન્ડથી ચેન્નઈમાં છુપાવી દેવામાં આવેલા હેલિકૉપ્ટરને આ દેશના આદેશથી EDએ કર્યું જપ્ત;જાણો વિગત
