ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
રાજસ્થાન બીકાનેરમાંથી એક મોટી સડક દુર્ઘટના સામે આવી છે, જ્યાં નાગોરમાં થયેલા એક અકસ્માતમાં 12 લોકો મોત થઈ ગયા છે, જયારે 7 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે
મળતી માહિતી મુજબ, બીકાનેર – જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે આવતા ગામ શ્રી બાલાજી પાસે એક કુઝર ગાડી અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો મધ્યપ્રદેશના સજનખેડાવના દૌલતપુરના રહેવાસી છે અને તેઓ ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા.
ક્રૂઝરમાં સવાર લોકો રામદેવરા બાબા ધામ અને કરણી માતા મંદિરના દર્શન કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
