Site icon

ગહલોતને લાગ્યો મોટો ઝટકો, કોંગ્રેસના 19 ઘારાસભ્યો ગુમાવ્યા પછી આ 6 ધારાસભ્યોનું પણ ઢચુ-પચુ… જાણો વિગત….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 જુલાઈ 2020

રાજસ્થાનના રાજકીય નાટકમાં નવો વળાંક આવ્યો છે. બીએસપીએ છ ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. એક નિવેદનમાં બસપાના જનરલ સેક્રેટરીએ કહ્યું, “તમામ છ ધારાસભ્યોને અલગ અલગ નોટિસ ફટકારવામાં આવી છે જેમાં તેમને જાણ કરવામાં આવી છે કે બસપા એક માન્ય રાષ્ટ્રીય પક્ષ છે અને તેઓ બસપાના‘ વ્હિપ ’ને અનુસરવા માટે બંધાયેલા છે, જો તેઓ પાર્ટીનો આદેશ નહીં માને તો તેઓને ગેરલાયક ઠરાવવામાં આવશે."  બસપા એ આવી નોટિસ જારી કરવી પડી છે. કારણ કે, રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય તોફાનમાં કયાંક તેમની પાર્ટીના સભ્યો હોર્સ ટ્રેડિંગ નો ભોગ ન બની જાય..

ઉલ્લેખનીય છે કે સંદીપ યાદવ, વજીબ અલી, દીપચંદ ઘેરિયા, લખન મીણા, જોજેન્દ્ર અવના અને રાજેન્દ્ર ગુધાએ બસપાની ટિકિટ પર 2018 ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તેઓએ ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ સાથે જૂથ તરીકે મર્જર માટે અરજી કરી હતી. સ્પીકરે બે દિવસ બાદ આદેશ આપ્યો હતો કે છ ધારાસભ્યોને કોંગ્રેસના અભિન્ન અંગ તરીકે માનવામાં આવશે." નોંધનીય છે કે આ મર્જર અશોક ગેહલોતની આગેવાની વાળી સરકાર માટે કરવામાં આવ્યું હતું, કારણ કે 200 ના ગૃહમાં બસપાના મળીને કોંગ્રેસની કુલ સંખ્યા 107 થઈ હતી..

આમ અશોક ગહલોતને મોટો ઝટકો લાગયોછે એકબાજુ, કોંગ્રેસના 19 ઘારાસભ્યો ગુમાવ્યા છે અને બીજીબાજુ બસપાના 6 ધારાસભ્યોનું પણ ઢચુ-પચુ થયી રહ્યું છે. આ બધી અફડાતફડી વચ્ચે ભાજપના એક ધારાસભ્યએ શુક્રવારે રાજસ્થાન હાઇકોર્ટમાં બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાણ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version