Site icon News Continuous Bureau | Mumbai

લ્યો બોલો- આ વરરાજા દુલ્હનને લેવા ગાડી લઈને નહીં પણ હેલિકોપ્ટર લઈને પહોંચ્યો- હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યું આખું ગામ

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનમાં(Rajasthan) લગ્નોમાં હેલિકોપ્ટરનો(helicopter) ઉપયોગ સામાન્ય બની ગયો છે. અહીં ફરી એક વાર એક વરરાજા તેની દુલ્હનને હેલિકોપ્ટરથી લઈને સાસરથી ગર્વથી વિદાય થયો. ગામના લગ્નમાં હેલિકોપ્ટર જાેઈને ગામલોકોનો જમાવડો થઈ ગયો હતો. બધા હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા. 

Join Our WhatsApp Channel

આ વખતે લગ્નમાં હેલિકોપ્ટર આવવાનો આ કિસ્સો ઝુંઝુનુ જિલ્લાના(Jhunzhunu district) સિંઘનામાં સામે આવ્યો છે. અહીં એક વરરાજાને તેની દુલ્હનને લેવા માટે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર મંગાવ્યું હતું. મળતી માહિતી મુજબ સિંઘાનાના સુભાષ ચંદ્ર સોનીની પુત્રી( Subhash Chandra Soni) અન્નુને અલવરના નૌગાંવમાં રહેતા તુષાર સોની સાથે સંબંધ નક્કી થયો હતો. તુષાર ઈચ્છતો હતો કે તે દુલ્હનને તેના સાસરિયાના ઘરેથી હેલિકોપ્ટરમાં તેના ઘરે લઈ આવે. આ પછી તેણે તેના પરિવારને દુલ્હનને હેલિકોપ્ટર દ્વારા લાવવાની યોજના જણાવી. પુત્રની ઈચ્છા જાેઈને પરિવારના સભ્યો પણ તેની યોજના માટે સહમત થઈ ગયા. હેલિકોપ્ટરને લાવવા માટે લગ્ન પહેલા તમામ વહીવટી પરવાનગી લેવામાં આવી હતી. આ માટે સિંઘણા નજીક શિયોચંદ આહિર કી ઢાણીમાં હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: ગોવામાં પાર્ટી કરવાના પ્લાન કરતા લોકો ચેતજો- સીધા 50 હજારનો થશે દંડ- કડક થઈ ગયા આ નિયમો

તુષાર અને અન્નુના લગ્ન ૪ નવેમ્બરે દેવ ઉઠી અગ્યારસે થયા હતા. ૫ નવેમ્બરે વિદાય સમયે જયપુર(Jaipur) સ્થિત કંપનીનું હેલિકોપ્ટર વરરાજા તુષાર અને કન્યા અન્નુને લેવા માટે સિંઘના નજીક ઢાની પહોંચ્યું હતું. આ પછી, વરરાજા તુષાર કન્યા અન્નુ સાથે હેલિકોપ્ટર દ્વારા અલવરના નૌગાંવ માટે રવાના થયો. હેલિકોપ્ટરને જાેવા માટે આસપાસના ગામોના લોકો હેલિપેડ પર એકઠા થયા હતા. 

 

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version