ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
દિલ્હી સરકારે લોકડાઉન ની જાહેરાત કર્યા પછી હવે વધુ એક રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં લોકડાઉન જેવા કડક નિર્બંધ લાગુ કર્યા છે. રાજસ્થાન સરકારે જન અનુશાસન પખવાડિયું જાહેર કર્યું છે. આ પખવાડિયા દરમિયાન તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. આ ઉપરાંત તમામ સિનેમાઘર અને મોટા બજારો બંધ રહેશે. જોકે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટીને પરવાનગી આપવામાં આવી છે.
કેબિનેટની મીટિંગ બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી કે કોરોનાનો વધતો પ્રભાવ રોકવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઉપરાંત લોકોને કોરોના થી બચાવવા માટે કડક પગલાં રૂપે આ નિયમો લદાયા છે.
આમ વધુ એક બિન ભાજપ રાજ્ય લોકડાઉન ભણી આગળ વધ્યું છે.