ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે તેનાથી દર્દીઓના મૃત્યુ પામવાનો સિલસિલો પણ શરૂ થયો છે.
મહારાષ્ટ્ર બાદ હવે ઓમિક્રોનથી બીજું મોત રાજસ્થાનમાં નોંધાયું છે.
ઓમિક્રોનનાં સંક્રમણનાં કારણે ઉદયપુરમાં એક 73 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.
હેરાન કરનારી વાત એ છે કે, તેમના કોરોના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા.
તબીબી વિભાગ નું માનવું છે કે દર્દીનું મૃત્યુ પોસ્ટ કોવિડ ન્યુમોનિયાનાં કારણે થયું છે.
ગત 15 ડિસેમ્બરે તેમની તબિયત બગડયા બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારથી તેઓ ત્યાં દાખલ હતા.
ઉલ્લેખનીય છે કે દર્દી હાઈપરટેન્શન અને હાઈ ડાયાબિટીસથી પણ પીડિત હતાં.