Site icon

Rajesh Kumar Agarwal : રાજેશ કુમાર અગ્રવાલે TRAIના જયપુર પ્રાદેશિક કાર્યાલયમાં સલાહકાર તરીકેનો સંભાળ્યો કાર્યભાર

Rajesh Kumar Agarwal : રાજેશ કુમાર અગ્રવાલ 1993 બેચના ભારતીય ટેલિકોમ સેવા (ITS) અધિકારી છે. શ્રી અગ્રવાલને ટેલિકોમ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે.

Rajesh Kumar Agarwal takes charge as Advisor at TRAI's Jaipur Regional Office

Rajesh Kumar Agarwal takes charge as Advisor at TRAI's Jaipur Regional Office

 News Continuous Bureau | Mumbai

Rajesh Kumar Agarwal : જયપુર ખાતે TRAIનું પ્રાદેશિક કાર્યાલય ટેલિકોમ અને પ્રસારણ ક્ષેત્રોમાં નિયમનકારી જોગવાઈઓના અમલીકરણ માટે જવાબદાર છે. આ કાર્યાલય ત્રણ લાઇસન્સ સેવા ક્ષેત્રો (LSA) – રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાને આવરી લે છે. કાર્યાલયની મુખ્ય જવાબદારીઓમાં ગ્રાહક સુરક્ષા કાર્ય અને ટેલિકોમ અને પ્રસારણ સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.

Join Our WhatsApp Community

શ્રી રાજેશ કુમાર અગ્રવાલ 1993 બેચના ભારતીય ટેલિકોમ સેવા (ITS) અધિકારી છે. શ્રી અગ્રવાલને ટેલિકોમ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે જયપુર મેટ્રોમાં ડિરેક્ટર અને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), જયપુર ક્ષેત્રના પ્રિન્સિપાલ જનરલ મેનેજર (ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ) તરીકે મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમનો અનુભવ અને નેતૃત્વ પ્રાદેશિક કાર્યાલયની ગ્રાહક-કેન્દ્રિત નિયમનકારી પહેલોને વધુ મજબૂત બનાવશે.

આ સમાચાર પણ વાંચો: Digital Payment Data : મે મહિનામાં UPI દ્વારા લોકોએ રેકોર્ડબ્રેક ડિજિટલ પેમેન્ટ કર્યુ, એપ્રિલ મહિના કરતા 4 ટકા વધુ; જાણો આંકડો..

શ્રી અગ્રવાલના કાર્યભાર સંભાળવાના પ્રસંગે, શ્રી જે.પી. ગર્ગ (સંયુક્ત સલાહકાર), શ્રી રાકેશ પુરોહિત (નાયબ સલાહકાર) અને પ્રાદેશિક કાર્યાલય, જયપુરના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version