Site icon News Continuous Bureau | Mumbai

રજનીકાંતનો રાજકીય વળાંક ; હમણાં રાજકીય પક્ષ શરૂ નહીં કરે.. જાણો એવી કઈ માંદગી સામે આવી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020 

તમિળ ફિલ્મ્સના સુપરસ્ટાર રજનીકાંતે એક વિશાળ જાહેરાત કરી કહ્યું કે તેમની હાલની તબિયતને ધ્યાનમાં રાખીને તેઓ પોતાનો રાજકીય પક્ષ શરૂ કરશે નહીં. હોસ્પિટલમાંથી રજા આપ્યાના બે દિવસ પછી, અભિનેતાએ નિવેદન બહાર પાડી પુષ્ટિ કરી હતી કે તે રાજકારણમાં જોડાઈ રહયાં નથી. તમિળ મેગાસ્ટારે કહ્યું કે તેમની તાજેતરની તબિયત ભગવાનની ચેતવણી રૂપે આવી છે. 

Join Our WhatsApp Channel

હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાંથી રજા આપ્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. હાલ તેમના બ્લડ પ્રેશરના વધઘટની સારવાર કરવામાં આવી રહી છે. 70 વર્ષના રજનીકાંતને કિડની, હાયપરટેન્શન અને વયને ધ્યાનમાં રાખીને તાણથી બચવા માટે એક અઠવાડિયાનો સંપૂર્ણ બેડ રેસ્ટ કરી આવ્યાં છે.  

ઉલ્લેખનીય છે કે, ગંભીર હાયપરટેન્શન અને થાકને લીધે  તેમને 25 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અગાઉ ક્રૂના ચાર સભ્યોને COVID-19 પોઝિટિવ આવ્યાં બાદ તેમનું પણ COVID પરીક્ષાના કરવામાં આવું હતું. જોકે, રજનીકાંત નું રિઝલ્ટ નકારાત્મક આવ્યું હતું. આમ હાલતો પોતાની ખરાબ તબિયત નું બહાનું ધરી તેમને રાજકારણ થી દુર રહેવાની જાહેરાત કરી છે.

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version