News Continuous Bureau | Mumbai
Diwali: દિવાળી સહિતના તહેવારો ( festivals ) નિમિત્તે સમગ્ર રાજકોટ ( Rajkot ) શહેરમાં ફટાકડાના ( fireworks ) ખરીદ, વેંચાણ તથા ઉપયોગ ઉપર તા. ૨૫ નવેમ્બર સુધી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે રાજકોટ શહેરમાં વિવિધ નિયંત્રણો ( restrictions ) મુક્યા છે. સુપ્રિમ કોર્ટ ( Supreme Court ) પરવાનગી આપવામાં આવેલ ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ કરી શકશે. વિદેશી ફટાકડાની આયાત અને વેંચાણ કરી શકાશે નહીં. તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પર ઓનલાઇન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે. દિવાળી – દેવ દિવાળી તથા અન્ય તહેવાર દરમ્યાન રાત્રીના ૮.૦૦ થી ૧૦ કલાક સુધી ફટાકડા ફોડી શકાશે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલ, શાળાઓ, કોલેજો – શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મીક સ્થળો, એરપોર્ટની નજીક ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા કોડી શકાશે નહી. કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઇનીઝ તુકક્લ, આતશબાજી બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ ઉડાવી શકાશે નહિ. લોકોને અગવડ ઉભી ન થાય, કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજકોટ શહેરના બજારો, શેરીઓ, જાહેર, રસ્તાઓ, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ, એલ.પી.જી, બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.
આ સમાચાર પણ વાંચો : Shaktipeeth: હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!
